રાજનીતિ ગરમાઈ:દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારનો મામલો, સ્થાનિક કાઉન્સિલરે ભાજપના પ્રમુખને પ્રચાર કરતા અટકાવી ગાળો આપી

વલસાડ2 મહિનો પહેલા
  • સમગ્ર ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ

વલસાડ જિલ્લાને અડીને આવેલા દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમા એ પોહચ્યો છે. દાદરા નગર હવેલીમાં ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે. ત્યારે દાદરા નગર હવેલીના BJPના પ્રમુખ અજય દેસાઈ સેલવાસના વોર્ડ નં 3માં પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે ત્યાંના સ્થાનિક કાઉન્સિલર શિવસેનાના ઉમેદવારના ટેકેદાર દ્વારા અજય દેસાઈને તેમના વિસ્તારમાં પ્રચાર કરતા અટકાવી ગાળો ભાડી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા દાદરા નગર હવેલીનું રાજકારણ ગરમાયુ છે.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં કરેલા આપઘાત બાદ ખાલી પડેલી બેઠક ઉપર 30મી ઓક્ટોબરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં BJP, કોંગ્રેસ, શિવસેના અને BTPના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ચૂંટણી પ્રચાર માટે મતદારોને રીઝવવા મહેનત કરી રહ્યા છે. દાદરા નગર હવેલીના BJPના પ્રમુખ અજય દેસાઈ ગત રોજ સેલવાસ નગર પાલિકા વોર્ડ ન. 3માં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. જે દરમ્યાન સ્થાનિક કોર્પોરેટર દ્વારા અજય દેસાઈને તેમના વિસ્તરમાં પ્રચાર કરતા અટકાવી BJPની હાયહાય ના નારા લગાવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો દાદરા નગર હવેલીના સોશિયલ મીડિયામાં સમગ્ર ઘટના વાયરલ થઈ હતી. જેને લઈને દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીનું રાજકારણ ગરમાયુ છે. સમગ્ર ઘટના ને લઈને BJPના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. અજય દેસાઈએ સમગ્ર ઘટના અંગે દાદરા નગર હવેલીના BJPના પ્રમુખ અજય દેસાઈએ સેલવાસ પોલીસમાં FIR નોંધવા ચક્રો ગતિમાન કર્યા છે.

દાદરા નગર હવેલીની ખાલી પડેલી બેઠક માટે BJPના ઉમેદવાર માટે બલદેવી વિસ્તારમાં સ્થાનિક લોકોને ડોર ટુ ડોર મળીને નટુભાઈ સાથે પ્રચાર કરી રહ્યા હતા. નટુભાઈ ગયા બાદ નગર પાલિકા વોર્ડ ન. 3 ના કાઉન્સિલર અને શિવસેનાના ઉમેદવારના ટેકેદાર સુમનભાઈ પટેલ અચાનક આવીને મારા વિસ્તારમાં તમે પ્રચાર કરવા કેમ આવ્યા જણાવી સુમનભાઈ પટેલે BJP વિરૂદ્ધ સુત્રોચાર લગાવ્યા હતા. 10થી 15 મિનિટ સુધી તેમણે અમને ગમે તેમ ઉશ્કેરણીજનક શબ્દો બોલ્યા હતા. દાનહના ભાજપના પ્રમુખ અજય દેસાઈએ કહ્યું હતું કે, હું જાણું છું કે ચૂંટણીનો સમય છે. લોકો ઉશ્કેરવા અને ચૂંટણીનો માહોલ બગાડવા પ્રયાસો કરી રહ્યા છે. દાદરા નગર હવેલીના ચૂંટણી પ્રચાર કરવો તમામ રાજકીય પાર્ટીનો હક છે. તે મતદારોનો જન સંપર્ક કરતા કોઈપણ પાર્ટીના સ્થાનિક આગેવાનો અવરોધ ઉભો કરે તે ચલાવી લેવામાં નહીં આવે.

અન્ય સમાચારો પણ છે...