પતિની બેઠક પત્નીએ જાળવી રાખી:સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 51 હજાર મતથી વિજય

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોહન ડેલકરના નિધનના પગલે બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી
  • શિવસેનાએ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ઉમેદવાર બનાવ્યા હતા

વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો 51 હજાર 269 મતથી વિજય થયો છે. અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર તેના જ પત્ની કલાબેન ડેલકરે જીત મેળવી બેઠક જાળવી રાખી છે.

મોહન ડેલકરની ગેરહાજરીમાં પણ મતદારો ડેલકર પરિવાર સાથે
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠકના સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી લેતા બેઠક ખાલી પડી હતી. જેના પર પેટા ચૂંટણી યોજાતા શિવસેનાએ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટિકિટ આપી હતી. પેટાચૂંટણીમાં 51 હજાર કરતા વધુ મતથી મોહન ડેલકરના પરિવારના સભ્યને જીત અપાવી મતદારોએ વધુ એકવાર ડેલકર પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે.

શિવસેનાનાં ઉમેદવાર કલાબેન ડેલકર
શિવસેનાનાં ઉમેદવાર કલાબેન ડેલકર

ભાજપના સ્ટાર પ્રચારકો પણ જીત ના અપાવી શક્યા
સંઘપ્રદેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપા દ્વારા એડી ચોટીનું જોર લગાવાયું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપ નેતા મનોજ તિવારીએ ચૂંટણી સભાઓ સંબોધી હતી. તો કેંદ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તો ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી.

પેટા ચૂંટણીમાં કયા પક્ષને કેટલા મત મળ્યા?
પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને 1,18,035 મત, ભાજપના મહેશ ગાવિતને 66766 મત, કૉંગ્રેસના મહેશ ધોડીને 6,150 મત નોટામાં 5531 મત અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારને 1782 મત મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...