તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોહન ડેલકરને અંતિમ જોહાર:દાદરા નગર હવેલી સાંસદ અને આદિવાસી નેતાને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આદિવાસી ભવનમાં હજ્જારોની સંખ્યામાં અંતિમ દર્શન માટે પહોંચ્યા
 • બાલદેવી સ્મશાન ગૃહે શાસ્ત્રોક્ત વિધિ સાથે પુત્રએ અગ્નિદાહ આપ્યો

દાનહના સાંસદનો સોમવારે મુંબઇની મરીન ડ્રાઇવ સ્થિત એક હોટલના રૂમમાંથી પંખા સાથે લટકેલી હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મંગળવારે સવારે તેમના મૃતદેહને સેલવાસ લવાયો હતો. સવારે 11 કલાકે અંતિમ દર્શન માટે રખાયા બાદ બપોર પછી તેમના સાયલી સ્થિત નિવાસ સ્થાનેથી સ્મશાન યાત્રા નીકળી હતી. જેમાં હજ્જારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. બાલદેવી સ્થિત સ્મશાન ગૃહમાં પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનો અંતિમ સંસ્કાર કરાયો હતો.

સેલવાસના સાયલી ખાતે રહેતા અને વર્ષ 2019 લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા સાંસદ મોહનભાઇ ડેલકર કથિત પ્રશાસનિક ત્રાસથી કંટાળીને સોમવારે મુંબઇની એક હોટલમાં આપઘાત કર્યો હતો. મુંબઇની જેજે હોસ્પિટલમાં પીએમ કર્યા બાદ મંગળવારે સવારે તેમના પાર્થિવ દેહને સેલવાસમાં લાવવામાં આવ્યો હતો. જોકે, સોમવારે મોડી સાંજે દાનહના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘટનાની જાણ થતાં જ તેઓ રાત્રીથી જ સેલવાસ પહોંચી ગયા હતા.

સવારે 11 કલાકે તેમના મોહન ડેલકરના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે આદિવાસી ભવન ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યા હજારોની સંખ્યામાં તેમના ચાહનારા ઉમટી પડ્યા હતા.\nઆદિવાસી ભવનથી બપોરે 3 કલાકે પાર્થિવ દેહને જરૂરી વિધિ માટે તેમના નિવાસ સ્થાને લઇ જવાયો હતો. ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. સેલવાસના બાલદેવી સ્મશાન ગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ અને પોલીસના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી. સાંસદ મોહન ડેલકરના નિધનના પગલે સમગ્ર સેલવાસ શહેર સ્વયંભૂ બંધ રહ્યું હતું.

જવાબદારને સરકાર અને પોલીસ કડક સજા કરે
મારા પિતાના મોત માટે જવાબદાર અને જેમના નામનો ઉલ્લેખ કરાયો છે એ તમામને મહારાષ્ટ્ર સરકાર અને મુંબઇ પોલીસ કડક સજા ફટકારે એવી અરજ છે. આ ઉપરાંત દાનહની પ્રજાને અપીલ છેકે, પિતાએ જેમના માટે બલિદાન આપ્યું છે એ બલિદાન વ્યર્થ ન જવું જોઇએ. - અભિનવ ડેલકર,મૃતક સાંસદનો પુત્ર

અંતિમદર્શન કરતા રોક્યા
સાંસદના અંતિમ દર્શન અને શ્રદ્ધા સુમન અર્પવા માટે દમણના સાંસદ લાલુભાઇ પટેલ, સેલવાસ પાલિકાના અધ્યક્ષ રાકેશસિંહ ચૌહાણ, દાનહના માજી સાંસદ નટુભાઇ પટેલ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. જ્યારે પત્રકાર, અધિકારી સહિત ત્રણને દર્શન કરવા જતા રોક્યા હોવાનું જાણવા મળે છે.

મોહનભાઈ ડેલકરની સુસાઈડ નોટ માટે પોલીસ હેન્ડરાઈટિંગ એક્સપર્ટની મદદ લેશે
દાનહના સાંસદ મોહન ડેલકર (58) આત્મહત્યા પ્રકરણમાં સુસાઈડ નોટ ચોક્કસ ડેલકરના જ હાથે લખાઈ છે તેને સમર્થન આપવા માટે હેન્ડરાઈટિંગ એક્સપર્ટની મદદ લેવાશે, એમ પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું. ડેલકરનો મૃતદેહ હોટેલમાંથી મળી આવ્યો હતો.

ઘટનાસ્થળેથી એક ગુજરાતીમાં લખેલી સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઈડ નોટ 15 પાનાંની છે અને ડેલકરના લેટરહેડ પર લખવામાં આવી છે. આ સુસાઈડ નોટ ડેલકરે જ લખી હોય તેમ જણાય છે. આમ છતાં ખાતરી કરવા માટે હેન્ડરાઈટિંગ એક્સપર્ટની મદદ લેવાશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જોકે સુસાઈડ નોટમાં શું લખ્યું છે તે વિશે જણાવવાનો તેમણ સાફ ઈનકાર કર્યો હતો. રવિવારે મોડી સાંજે ડેલકર ડ્રાઈવર સાથે આવ્યા હતા. તેમને હાઈ કોર્ટમાં કોઈક કામ હતું એવું કહ્યું હતું. જોકે આ સંબંધમાં ડેલકરના ડ્રાઈવર, બોડીગાર્ડનું નિવેદન હજુ નોંધવામાં આવ્યું નથી. મંગળવારે પરિવારને મૃતદેહનો કબજો આપી દેવાયો હતો. પરિવારજનો આઘાતમાં હોવાથી પૂછપરછ કરાઈ નથી. એક- બે દિવસ પછી નિવેદન નોંધવા માટે સંબંધિતોને બોલાવવામાં આવશે.

ભાજપની કથિત ભૂમિકાઃ કોંગ્રેસ
મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સચિન સાવંતે મંગળવારે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને દાદરાના ડેલકરના મોત મામલે ભાજપની કથિત ભૂમિકાની તપાસ માટે વિનંતી કરવામાં આવશે. આ મામલે કોંગ્રેસ જવાબદારો સામે પગલાં લેવા અને સત્તાધારી ભાજપ અને દાદરાનગર હવેલીના પ્રશાસકની ભૂમિકા વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવા રાજ્યના ગૃહમંત્રી પાસે માગણી કરાશે.

સાંસદ મોહન ડેલકર મોત મામલો
ઇન્દ્રજીત પરમારની માલિકીની હોટલમાં એક્સાઇઝ વિભાગે છાપો મારી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. દારૂના ગુનામાં ઇન્દ્રજીત પરમાર અને હોટલ મેનેજર સામે પાસાની કાર્યવાહી કરાઇ હતી. જે મુદ્દે સાંસદ મોહન ડેલકરે હાઇકોર્ટમાં પાસા અંગે દાખલ કરેલી પિટીશન અંગે સુનાવણી માટે ગયા હતા. જોકે, ત્યારબાદ તેઓએ હોટેલમાં સુસાઇડ કરતા ચકચાર મચી હતી. મોહન ડેલકરના રૂમમાંથી પોલીસને મળેલી છ પાનાની સુસાઇડ નોટમાં ઘણા નામો હોવાનો ઉલ્લેખ છે. મોહનભાઈએ લખેલી સુસાઇડ નોટમાં 40 લોકોના નામ હોવાની ચર્ચાથી ફફડાટ ફેલાઈ ગયો છે. જ્યારે મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે પિતાએ લખેલી સુસાઇડ નોટમાં પિતાએ લખેલા તમામ નામો સામે કાર્યવાહી કરવા મહારાષ્ટ્ર સરકાર અને મહારાષ્ટ્ર પોલીસ સામે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો