સમસ્યાનો ઉકેલ લાવવા આદેશ:દ.ગુ. પાસહોલ્ડર ગ્રુપની સમસ્યાનો ઉકેલ લાવવા રેલવેને હાઇકોર્ટનો આદેશ

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ, નવસારી, સુરત સહિત જિલ્લાના મુસાફરોની સમસ્યાઓ મુદ્દે PIL દાખલ હતી

29 સપ્ટેમ્બર 2020ના રોજ પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરવામાં આવેલી ટ્રેનો અને તંત્ર દ્વારા દોડાવવામાં આવેલી સ્પેશ્યિલ ટ્રેનોમાં દ.ગુ.ના વલસાડ,નવ ારી,સુરત સહિતના જિલ્લાના પાસ હોલ્ડરોને સિઝન ટિકિટ પર મુસાફરી કરવાની મનાઇ તથા કોરાના સમયથી કેટલીક ટ્રેનો બંધ રાખવાના મામલે સાઉથ ગુજરાત પાસહોલ્ડર એસોસિએશને હાઇકોર્ટમાં જાહિર હિતની પિટીશન કરી હતી.

જેમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર ડીઆરએમ અમદાવાદ ,ગુજરાત રાજ્ય અધિક મુખ્યસચિવ અને ગૃહ વિભાગને પ્રતિવાદી તરીકે સામેલ કર્યા હતા.આ કેસની છેલ્લા બે વર્ષથી ચાલી રહેલી સુનાવણીઓમાં રેલવે અધિકારીઓ ધારાશાસ્ત્રીઓ અને દ. ગુ. પાસ હોલ્ડર્સ ગ્રુપના અરજદાર નિતિશ એન્જિનિયર તથા તેમના એડવોકેટે ટ્રેનોની સ્થિતિ અને પાસ હોલ્ડરોની મુસાફરી માટેની મુશ્કેલીઓ અને નામંજૂરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

જેમાં પાસ હોલ્ડરોના ગ્રુપના વકીલે જે વેસ્ટર્ન રેલવે સામે અસુવિધાઓ બાબતે દલીલો રજૂ કરી હતી.આ રીટપિટિશન કેસનો ચૂકાદો હાઇકોર્ટે આપતાં મુખ્ય ન્યાયાધીશ અરૂણકુમાર અને ન્યાયાધીશ આશુતોષ શાસ્ત્રીએ અરજદારને કો‌વિડ રોગચાળા પહેલા સ્થિતિને સંપુર્ણ રીતે પૂન:સ્થાપિત કરવા માટે રેલવે ઓથોરિટીને જો કોઇ પ્રશ્નો હોય તો ફરિયાદો ઉકેલવા માટે નિર્દેશ આપ્યો છે.જો કે હાઇકોર્ટે આદેશ કર્યો કે,જો સમસ્યાનો ઉકેલ ન આવે તો અરજદારને આ કોર્ટનો સંપર્ક કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે તેવું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...