તામિલનાડુમાં માંડુંસ ચક્રવાતની અસરને લઈને રાજ્યમાં હવામાન વિભાગે 10થી 14 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. ચક્રવતની અસર ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ અજુ બાજુના વિસ્તારોમાં સોમવાર અને મંગળવારના રોજ સામાન્ય વરસાદી છાંટા અથવા હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ હતી. જેને તાપમાનમાં ઘટાડો આવ્યો છે. જે ઠંડી વધી ગઇ છે. ત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તેમજ ગુજરાતના વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.
આજે દાદરા નગર હવેલીના દૂધની ખાતે વરસાદી ઝાપટું પડ્યું હતું. કમોસમી વરસાદને લઈને શાકભાજીના પાક ઉપર નભતા ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે આંબાવાડી ધરાવતા ખેડૂતોમાં આંબાવાડીમાં ફ્લાવરિંગની સિઝન હોવાથી ચિંતાનો વિષય બન્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી સાંજે વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રને અડીને આવેલા ગામડાઓમાં તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં છૂટો છવાયો હળવો વરસાદ પડ્યો હતો. અને સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કમોસમી વરસાદને લઈને આવનારા દિવસો ઠંડીનું જોર વધશે વાર્તાવરણમાં હવામાનનો પારો ઘટવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.