મતદાન જાગૃતિ:વલસાડમાં મતદાન જાગૃતિ માટે સાયકલ મેરેથોન યોજાઈ, કલેકટરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકશાહીના મહાપર્વમાં મોટી સંખ્યામાં મતદારોને જોડાવા અપીલ કરવામાં આવી

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદારોમાં મતદાનની જાગૃતિ કેળવાય અને લોકો વધુને વધુ મતદાન કરે તે શુભ હેતુસર આજરોજ વલસાડ શહેરની કોમર્સ કોલેજ કેમ્પસથી 70 જેટલા સાયકલ સવારોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લામાં તા.1 ડિસેમ્બરે મતદાન થનાર છે. ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળકાભેર સહભાગી થઈ મુક્ત મને મતદાન કરી શકે તેવા પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્વારા હાથ ધરાયા છે.

આ સાયકલ મેરેથોનમાં જિલ્લાની કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને શિક્ષકો, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, સ્વીપના નોડલ અને ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી- પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ડી.બારીયા જોડાયા હતા. મતદારોમાં મતદાન જાગૃતિ માટે આ સાયકલ સવારો દ્વારા હુ વોટ કરીશ, અવસર લોકશાહીનો, મારો મત મારો અધિકાર અને લોભ-લાલચ વગર નિર્ભયતાથી મતદાન કરો જેવા પ્લે કાર્ડો સાથે સાયકલ સવારો શહેરના ભાગડાવડા -દાદીયા ફળિયાથી ધોબીતળાવ થઈ આઝાદચોક, સ્ટેડિયમ રોડ, બસ સ્ટેન્ડ, ધરમપુર રોડ, આરપીએફ ચોકડી, નનકવાડા હાલર રોડથી પસાર થઈ અંતે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા જ્યાં આ મેરેથોન પૂર્ણ થઈ હતી. મેરેથોન દરમિયાન શહેરમાં ટ્રાફિક નિયમન માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...