બાળકની સુરક્ષા:વલસાડ જિલ્લામાં ત્યજી દેવાયેલા નવજાત બાળકની સારવાર પૂર્ણ થતાં CWCની ટીમે બાળગૃહમાં ખસેડયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિશુ સ્વસ્થ થતા વલસાડ CWCની ટીમ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું

વલસાડ જિલ્લામાં 17 ઓગાષ્ટના રોજ નવજાત બાળકને તેના માતા પિતાએ ત્યજી દેવાયેલી હાલતમાં સ્થાનિક લોકોને મળી આવ્યું હતું. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસની ટીમને થતા પોલીસે નવજાત બાળકનો કબ્જો મેળવી નવજાત શિશુને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયું હતું. જિલ્લામાં તેના માતાપિતાની શોધખોળ હાથ ધરી હતી. શિશુ સ્વસ્થ થતા વલસાડ CWCની ટીમ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. વલસાડ CWCની ટીમે બાળકને બાળ ગૃહમાં ખસેડયું હતું.

વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિ સમક્ષ ત્યજી દેવાયેલું નવજાત બાળક રજૂ કરાતા બાળકને બાળ ગૃહમાં મોકલી દેવાયું 17 ઓગાષ્ટના 2021ના રોજ વલસાડ જિલ્લામાંથી ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસે નવજાત શિશુને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતું લાંબી સારવાર બાદ 16 ઓક્ટોબરના રોજ બાળક સ્વસ્થ થયા બાદ વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ સોનલબેન સોલંકી અને તેમની ટીમ સમક્ષ નવજાત બાળકને રજૂ કરવામાં આવ્યું હતું.

વલસાડ CWCની ટીમે આ બાળકની સુરક્ષાને ધ્યાનમાં રાખી બાળકને ચીખલી બાળ ગૃહમાં ખસેડી હતું. સમાજમાં આવી ઘટનાઓને અટકાવવા માટે cwcની ટીમે નવજાત શિશુઓને તરછોડી જનાર માતા-પિતા સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...