તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જેઠ પૂનમની ભરતી:વલસાડ જિલ્લાના તિથલ દરિયામાં કરન્ટ જોવા મળ્યો, 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યાં

વલસાડ3 મહિનો પહેલા
  • તિથલ બીચ પર સહેલાણીઓના પ્રવેશ પર લગાવાયો છે પ્રતિબંધ

વલસાડના તિથલ દરિયા કિનારે જેઠ સુદ પૂનમના દિવસે ભરતી દરમિયાન 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં સહેલાણીઓ દરિયાની મઝા માણવા અને ભરતીમાં દરિયાના મોઝા ઉછળતા જોવા આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના મહામારીનો જોતા સહેલાણીઓ માટે તિથલ બીચ સહિત જિલ્લાના પ્રવાસન સ્થળો ઉપર સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

વલસાડના તિથલ દરિયા કિનારે જેઠ માસની પૂનમ નિમિત્તે દરિયાની મોટી ભરતી આવી હતી. ભરતી દરમિયાન તોફાને ચડેલા દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. દરિયામાં પૂનમની ભરતીના ઉછળતા મોજા જોવા લોકો દૂર-દૂરથી દરિયે પહોંચી જતા હતા. હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી ને લઇ જિલ્લા કલેક્ટરે સહેલાણીઓ માટે તિથલ બીચ ઉપર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે જેને લઇ શહેરના લોકો પૂનમ ની ભરતીના મોજા માણવાથી વંચિત રહી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...