વલસાડ જિલ્લામાં ધાર્મિક સ્થળો અને ભીડભાળ વાળી જગ્યાઓ ઉપર વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સતર્કતાના ભાગ રૂપે બૉમ્બ સ્ક્વોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભીડ વાળી જગ્યાઓએ કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન ઘટે લોકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લા પોલીસે વિભાગ દ્વારા સતર્કતાના ભાગ રૂપે તમામ પ્રવાસન સ્થળો અને ધાર્મિક સ્થળો ખાતે બૉમ્બ સ્ક્વોડ દ્વારા તકેદારીના ભાગ રૂપે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામના સુપ્રસિદ્ધ રાયણીવાડા હનુમાન મંદિર ખાતે બપોરે 11:30 થી 12:00 વાગ્યાના અરસામાં વલસાડ બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોસિબલ સ્કોડના પોલીસ કર્મીઓની ટીમ દ્વારા અચાનક મંદિરની મુલાકાત લઇ મંદિરના ટ્રસ્ટી સાથે મંદિરની આજુબાજુ તથા પરિસર અને મંદિરની અંદર બહાર સંગ્ધિત પડેલી વસ્તુઓ, રખાયેલા અને મુકાયેલા સામનોની બોંબ ડિટેકશન મશીન દ્વારા તપાસ હાથ ધરાવતા દર્શન અર્થે આવેલા શ્રદ્ધાળુઓમાં કુતુહલ સહિત શંકાની ભાવના જાગી હતી. જોકે સમગ્ર ચેકિંગ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ખબર પડી હતી કે, સમગ્ર વલસાડ જિલ્લાના પ્રખ્યાત મંદિરો ઉપર વલસાડ પોલીસની રૂટિન ચેકિંગ હતી. જે ઉમરગામ તાલુકો બોર્ડર વિલેજનો છેવાડાનો તાલુકો સહીત કલગામ મંદિર દરિયા કિનારે પ્રસ્થાપિત હોવાના કારણે રાયણીવાળા હનુમાન મંદિર ઉપર ધાર્મિક તહેવાર સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનના અર્થે ઉમટી પડતા હોય છે.જેને લઇ કોઈ અઘટિત ઘટના ન સર્જાય પૂર્વ તૈયારીના ભાગ રૂપે એવા સારા ઉદ્દેશ્યથી ઉપરોક્ત રૂટીન ચેકિંગ હાથ ધરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.