તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પારાયણ:વલસાડનું કરનજલી ગામ, અહીંની પાણી સમસ્યા જોઈ કોઈ પિતા પોતાની પુત્રીને આ ગામમાં પરણાવવા તૈયાર નથી

વલસાડ4 મહિનો પહેલા
  • એક બેડુ પાણી માટે જીવના જોખમે મહિલાઓએ દોરડા વડે કૂવામાં ઉતરવું પડે છે
  • પાણી માટે વહેલી પરોઢિયે 3થી લઈ 6 સુધી કલાક સુધી બેસી રહેવું પડે છે

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું એક એવું ગામ છે કે કે જ્યાં દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં એક ટીપું પાણી માટે વલખા મારવા પડે છે. યુવાનોને લગ્ન માટે કોઈ પરિવાર જલ્દી તૈયાર થતા નથી. કપરાડા તાલુકાનું મોટી પલસણ આગળ આવેલા કરનજલી ફળિયામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે ગામના કાચા રસ્તાઓ ઉપર મહિલાઓ પાણીના બેડા સાથે જોવા મળે છે. દર વર્ષે પાણીની એક કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. કે આ સમસ્યા મહિલાઓ માટે ખૂબ હાલાકી ભરી છે. જેને જોતા કોઇ પણ પિતા પોતાની પુત્રીને આ ગામના ફળિયામાં લગ્ન કરવાનું ટાળે છે.

પથ્થરની બખોલમાં બનેલા કાચા કુવાની અંદર ઊતરીને પીવાનું પાણી ભરવું પડે
પથ્થરની બખોલમાં બનેલા કાચા કુવાની અંદર ઊતરીને પીવાનું પાણી ભરવું પડે

જીવના જોખમે મહિલાઓએ દોરડા વડે કૂવામાં ઉતરવું પડે છે
વહેલી પરોઢિયે ત્રણ વાગે આ ફળિયાની મહિલાઓને ત્રણ કિલોમીટર દૂર ડુંગર ઉપર આવેલ પથ્થરની બખોલમાં બનેલા એક કાચા કુવાની અંદર ઊતરીને પીવાનું પાણી ભરવું પડે છે. એક બેડુ પાણી મેળવવા માટે જીવના જોખમે મહિલાઓએ દોરડા વડે કૂવામાં ઉતરવું પડે છે. તેમ છતાં પણ તેઓને પાણી નસીબ થતું નથી. જેની પાછળનું કારણ છે કૂવાનું જળ સ્તર નીચે ઉતરી જાય છે. જેના કારણે કૂવાની અંદર આવેલા ખાબોચિયા જેવડા ખાડામાં ટીપે ટીપે એકત્ર થતું પાણી જ્યાં સુધી ભરાય ત્યાં સુધી કૂવાની અંદર જ બેસવાની ફરજ પડે છે.

અડધો કલાકે એક બેડુ પાણી ભરાઇ રહે છે
અડધો કલાકે એક બેડુ પાણી ભરાઇ રહે છે

કપરાડા તાલુકાના 70 થી વધુ ગામોની સમસ્યા ઠેરની ઠેર
અડધો કલાક એક બેડુ પાણી ભરાઇ રહે છે. આમ ફળિયાની 200 મહિલાઓ પાણી ભરવા માટે કૂવાની ફરતે પાણી ભરવા માટે વહેલી પરોઢિયે 3થી લઈ 6 સુધી કલાકો સુધી બેસી રહે છે. આવી ગંભીર સમસ્યાને જોતાં કોઈપણ પિતા પોતાની પુત્રીને આ ગામ પરણાવવાનું ટાળી દે એ વાત ચોક્કસ છે.

કરોડોની યોજનાનું કામ મંથરગતિએ થતા લોકોની સમસ્યા ઠેરની ઠેર
મહત્વનું એ છે કે કપરાડા તાલુકા માટે 586 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના મોટાઉપાડે સરકારે શરૂ કરી હતી. પરંતુ હજી સુધી એની કામગીરીની ખૂબ મંથર ગતિએ ચાલી રહી છે. જેના કારણે કપરાડા તાલુકાના 70 થી વધુ ગામોની સમસ્યા ઠેરની ઠેર જ સાબિત થઇ છે. અને આજે પણ મહિલાઓની આ સમસ્યા દયનીય છે.

અન્ય સમાચારો પણ છે...