દુષ્કર્મ:વલસાડમાં સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ આચરનારા સગીર આરોપી સામે ગુનો નોંધાયો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસે સગીર આરોપીની પ્રાથમિક પૂછપરછ અને મેડીકલ કરાવી વધુ તપાસ હાથ ધરી

વલસાડ શહેરના અબ્રામા વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની સગીરા ઉપર બાજુમાં જ રહેતા સગીરે 19 મે 2022થી 31મી મે સુધી 4થી 5 વખત સગીરના ઘરની બાજુમાં આવેલી જગ્યામાં દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાના પરિવારને ઘટનાની જાણ થતાં વલસાડ સીટી પોલીસ મથકે સગીર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ શહેરમાં અબ્રામા વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના દંપતી મજૂરી કામ કરવા જાય ત્યારે સગીરાને તેના દાદા-દાદી સાથે ઘરે રાખી જતા હતા. જે દરમિયાન સગીરાના ધરની નજીકમાં રહેતો સગીર યુવક સગીરાને લલચાવી ફોસલાવી, લોભ લાલચ આપીને સગીરાની મરજી વિરુદ્ધ આચર્યુ હતું. સગીરાને ઘરે કોઈને ન કહેવા ધમકાવી હતી. 19મી મે થી 31 મે દરમ્યાન સગીરે સગીરા સાથે 3થી 4 વખત દુષ્કર્મ આચર્યુ હતું.

સગીરાના પરિવારના સભ્યોને સગીરા ગુમસુમ જણાઈ આવતા સગીરા સાથે બેસી પૂછપરછ કરતા ઘરની બાજુમાં રહેતા સગીરે તેની સાથે થયેલી ઘટનાની વિસ્તારથી જાણ કરતા સગીરાના પરિવારના સભ્યોએ સીટી પોલીસ મથકે નજીકમાં રહેતા સગીર વિરુદ્ધ FIR નોંધાવી હતી. સગીરના જન્મ દિવસે જ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. વલસાડ સીટી પોલીસે સગીરની પ્રાથમિક પૂછપરછ અને મેડિકલ કરવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેર અને આજુબાજુમાં રહેતા તમામ વાલીઓને તેમના બાળકોની નાની નાની વાતો ઉપર ધ્યાન આપવા અને જરૂર જણાય તો સમયસર કાઉન્સિલિંગ કરાવી લેવા વલસાડ પોલીસે વાલીઓને અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...