કાર્યવાહી:વલસાડમાં બર્થડે પાર્ટી મામલે બિલ્ડર, પંચાયત સભ્ય સહિત 70 સામે ગુનો

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ નિયમનો ભંગ કરીને 100થી વધુ લોકો એકત્ર થયા હતા

વલસાડમાં જૂજવા ખાતે પંચાયતના બિનહરિફ થયેલા સભ્યની બર્થ ડે પાર્ટીમાં કોવિડ-19ના નિયમોના ધજાગરા ઉડાવવાની ઘટના સામે આવતાં રૂરલ પોલીસે બિલ્ડર સહિત 70 ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કરતાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓમાં ફફડાટ પેસી ગયો હતો.જુજવા ખાતે બિલ્ડરની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર રાખવામાં આવેલી બર્થડે પાર્ટીમાં કોવિડના નિયમોનો ભંગ થતો હોવાનો વીડિયો વાયરલ થઇ જતાં મામલો પોલીસમાં પહોંચી ગયો હતો.જેમાં રૂરલ પોલીસ મથકના પીએસઆઇ કે.એ.પટેલે પોતે ફરિયાદ બની આરોપી સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી.

વલસાડના જૂજવામાં પંચાયતના સભ્યપદે બિનહરીફ ચૂંટાઇ આવેલા સભ્ય સુનિલ શીવજીભાઇ પટેલના જન્મદિન નિમિત્તે જૂજવા ખાતે બિલ્ડર બિપીન પટેલની કન્સ્ટ્રકશન સાઇટ ઉપર મોડી રાત સુધી રંગબેરંગી લાઇટિંગ સાથે કેક કાપવાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પાર્ટીમાં 100થી વધુ આમંત્રિતો વચ્ચે જન્મદિનની ઉજવણીમાં ડીજે સાથે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.પરંતું કોવિડ-19ના નિયમોની ભારે અનદેખીનો પાર્ટીનો વીડિયો વાયરલ થઇ જતાં ડીવાયએસપી એમ.એન.ચાવડા સુધી વાત પહોંચી ગઇ હતી.જેમણે કોવિડ-19ના નિયમોના ભંગ અને મંજૂરી વિના પાર્ટીના મુદ્દે પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

આ મામલે રૂરલ પોલીસે જેની જગ્યામાં આ પાર્ટી થઇ હતી તે જૂજવાના બિલ્ડર બિપીન ધીરૂભાઇ પટેલ, રહે. માતા ફળિયા, જૂજવા, પંચાયત સભ્ય સુનિલ શીવજીભાઇ પટેલ, રહે.જુજવા ભૂત ફળિયા, ઇન્દ્રજિત પ્રકાશભાઇ પટેલ, રહે.આંધિયાવાડ, વલસાડ, તન્વીર રાજુ પટેલ, રહે.આંધિયાવાડ, દિવ્યેશ ભરત પટેલ, રહે.ગાડરિયા, પિનાકીન રહે.ઉંટડી, સાજિદ રહે. વશીયર,સાગર રાણા, રહે.રામવાડી, ભરત રાજપૂત, રહે. મોગરાવાડી, મયંક જગદીશ પટેલ, જૂજવા માતા ફળિયા સહિત અન્ય 70 થી 80 ઇસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...