વલસાડના ફલધરા ગામે વીજ ચોરી પકડવા ગયેલી DGVCLની વિજિલન્સ ટીમ ઉપર ગુરૂવારે હુમલો કરવાના પ્રકરણમાં 3 વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. દ.ગુ.વિજ કંપનીની વિજિલન્સ ની ટીમના ડેપ્યુટી ઇજનેર સહિતના કર્મચારીઓ ગુરૂવારે વલસાડ તાલુકામાં વીજ ચોરી અટકાવવા મીટર ચેકિંગમાં નિકળ્યા હતા.ફલધરા ગામે પહોંચતા પ્રવિણ રેવલાભાઇ પટેલ, રહે.કુંભાર ફળિયાના ઘરનું મીટર ચેક કરતાં વિજ ચોરી મળી હતી.જેમાં વીજ ચોરીની ઓપરેન્ડીની વીડિયોગ્રાફી કરાઇ હતી.
ત્યારબાદ બીજા ગામે ચેકિંગ માટે વાહનો લઇને ઉપડતાં 2 થી 3 મોપેડની આડશ મૂકી દઇ ટીમને જવા દીધી ન હતી.ફલધરાના લોકો ઉમટી એક ઇસમે ચેકિંગ માટે કેમ આવ્યા છો તેવું કહી ગાળો બોલી નાયક નામના વીજ અધિકારીના કપડા ખેંચી તમાચા અને ઢિક્કા મૂક્કીનો માર માર્યો હતો.જ્યારે બીજા એક ઇસમે મીટર ટેસ્ટર કમલેશ પ્રજાપતિને તમાચા મારી શર્ટ ફાડી નાંખ્યો હતો. ઇજનેર વિનોદચંદ્ર વેસુવાલા અને નિલકંઠ રાજેન્દ્રકુમાર ટેલર વચ્ચે પડતાં તે બંન્ને ડે.ઇજનરોને ઢિક્કામૂક્કી માર મારી વિજ પ્રવાહ ચાલૂ કરવા ધમકી આપતા વિજ કર્મીની ટીમે જાનમાલ બચાવવા જોડાણ ચાલૂ કરવાની ફરજ પડી હતી.
ઇસમોએ ફરીથી ચેકિંગમાં આવશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી. આ મામલે ડે.ઇજનેર નિલકંઠ ટેલરે 3 ઇસમો તેજસ રાજુભાઇ પટેલ, બ્રિજેશ નવીનભાઇ પટેલ અને રાજેશ કેવલભાઇ પટેલ તમામ રહે.ફલધરા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.