વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં 14 માર્ચની વહેલી સવારે 4 કલાકે એક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી હતી. આગ ધીમે ધીમે આજુબાજુમાં આવેલા 14 ભંગારના ગોડાઉનમાં પ્રસરી ગઈ હતી. જે ઘટના બાદ ડુંગરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ભંગારના ગોડાઉન સંચાલકો ગ્રામ પંચાયત અને GPCB અને સક્ષમ અધિકારીઓની પરવાનગી મેળવ્યા વગર ભંગારનું ગોડાઉન શરૂ કરી લોકોના જીવને જોખમમાં મુકી રહ્યા હોવાનું ધ્યાનમાં આવતા ભંગારના 14 ગોડાઉન સંચાલકો સામે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં 14 માર્ચની વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટના અંગે વાપી GIDC અને નોટિફાઇડ ફાયર વિભાગની ટીમને કરી હતી. ભંગારના ગોડાઉનમાં પેપર, પ્લાસ્ટિક અને કેમિકલ વેસ્ટનો જથ્થો હોવાથી આગ ધીમે ધીમે પ્રસરતી જતી હતી. ભંગારનું ગોડાઉન ખુલ્લું હોવાથી અને ગોડાઉનમાં પેપર અને જ્વલંદ શીલ પ્રદાર્થ હોવાથી આજુબાજુમાં આવેલા 14 ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા. ફાયર વિભાગે મેજર ફાયર કોલ જાહેર કરીની જિલ્લાના તમામ ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના 10થી વધુ ફાયર વિભાગની ટીમે ડુંગરમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યો હતો. 12 કલાકથી વધુની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. 14 ગોડાઉન સંચાલકો પંચાયતની NOC અને GPCB વિભાગની પરમિશન ન મેળવતા આજુબાજુમાં રહેતા લોકોની જીવન ઉપર ખતરો ઉભો થયો હતો. તમામ ભંગારના ગોડાઉન સંચાલકોએ સક્ષમ અધિકારીઓની પરવાનગી મેળવ્યા વગર ભંગારનું ગોડાઉન શરૂ કરી તેમાં લોકોના જીવને જોખમમાં મુકવા બદલ ભંગારના ગોડાઉન સંચાલકો સામે બેદરકારી દાખવવા બદલ 14 ભંગારના ગોડાઉન સંચાલકો સામે FIR નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.