રણજી ટ્રોફી:વલસાડના BDCA ગ્રાઉન્ડમાં આજથી પંજાબ- ગુજરાત વચ્ચે ક્રિકેટ મેચનો પ્રારંભ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના બે ખેલાડી અરઝાન નગવાસવાલા અને સિદ્દાર્થ દેસાઇ પણ રમશે

વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી રણજી ટ્રોફી ટુર્નામેન્ટની મેચ વલસાડમાં યોજાશે. જેમાં ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે મુકાબલો યોજાશે. ગુજરાતની ટીમ 4થી મેચ ચાલુ રણજી ટ્રોફી મેચમાં રમશે. જ્યારે પંજાબ 3જી મેચ રમશે. પંજાબ અગાવ આ સીઝનમાં 1 મેચ હારી ગયું હોવાથી પંજાબની ટીમ આ મેચ જીતવા તમામ પ્રયાસો સાથે મેચ રમશે.

ગુજરાતની ટીમ આ સીઝનમાં એકપણ મેચ હર્યું નથી. પંજાબ કરતા ગુજરાતની ટીમ પોઇન્ટથી આગળ છે. ગુજરાતની ટીમની હોમ પિચ તરીકે ગણાતા સરદાર પટેલ સ્ટેડિય ગણવામાં આવે છે. જેથી ગુજરાતની ટીમનો દબદબો વધારે રહેશે.

વલસાડ જિલ્લા ના 2 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમી રહ્યા છે. અરઝાન નાગવાસવાલા અને સિદ્ધાર્થ દેસાઈ વલસાડના ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ ટુર્નામેન્ટમાં પંજાબ અને ગુજરાતના IPLના સ્ટાર ખેલાડીઓ પણ રણજી ટ્રોફીમાં રમવા આવ્યા હોવાથી બંને ટીમ વચ્ચે રાસકારી ભરેલી મેચ બની રહેશે. ગુજરાતની ટીમમાંથી પ્રિયંક પાંચાલ, અરઝાન નાગવાસવાલા, હેત પટેલ, સિદ્ધાર્થ દેસાઈ,ચિંતન ગજા રમી રહ્યા છે.

જ્યારે પંજાબની ટીમમાંથી અભિષેક શર્મા, મનદીપ સિંઘ, સિદ્ધાર્થ કોલ, મયંક માર્કંડે, હરપ્રિત બ્રાર જેવા સ્ટાર ખેલાડીઓ પંજાબની ટીમમાંથી રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટની મેચ જીતવા પંજાબ મારણિયા પ્રયાસો કરશે. જ્યારે જ્યારે ગુજરાત આ મેચમાં પોતાનો દબદબો જાળવી રાખવા મેચ જીતવાનો પ્રયાસ કરશે. અને આ મેચ દર્શકો માટે રસપ્રદ અને આકર્ષણ ભરેલી રહેશે. આજે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...