તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિચકારો પ્રયાસ:વલસાડના ડુંગરી બમખાડી પાસે ગૌતસ્કરી અટકાવવા જતા ચાલકે ટેમ્પો ચઢાવી દીધો, જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજાનું મોત, ગૌવંશ ભરાવી આપનાર આરોપી પકડાયો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિક કંસારાએ 11 ગૌ વંશને બચાવ્યા
  • ગૌ તસ્કરી કરતા લોકો સામે ગૌરક્ષકોમાં આક્રોશ ફેલાયો

વલસાડ ડુંગરી નજીક બામખાડી પાસે ગૌવંશને કતલખાને લઈ જતા અટકાવી રહેલા એક ગૌરક્ષકનું ગૌતસ્કરી વાળા ટેમ્પોની અડફેટે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. પણ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિક કંસારાએ 11 ગૌ વંશને બચાવ્યા છે.

હાર્દિકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું
હાર્દિકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું

હાર્દિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
વલસાડ અને ડુંગળી વચ્ચે 17જૂનની મોડી રાત્રે ગૌવંશની તસ્કરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળતા વલસાડના ગૌરક્ષક હાર્દિક કંસારા અને તેની ટીમ ડુંગરી વિસ્તારમાં વોચ પર બેઠા હતા. તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH-04-FD-2714 આવતા ગૌરક્ષકોએ તેને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પોચાલકે ટેમ્પો ઉભો ન રાખતા ભગવા જતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા હાર્દિક કંસારાને ટેમ્પાએ અડફેટે લેતા હાર્દિકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ટેમ્પોચાલક અકસ્માત સર્જી ફરાર થયો
ટેમ્પોચાલક અકસ્માત સર્જી ટેમ્પો મુકી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ગૌવંશની તસ્કરીના ટેમ્પામાંથી પોલીસને 10 ગાય અને એક નંદી મહારાજ મળી કુલ 11 ગૌવંશ ભરેલો ટેમ્પો ઘટના સ્થળેથી મળી આવ્યો હતો. બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગૌરક્ષક દળની ટીમ ડુંગરી પોલીસની સાથે વોચમાં ઉભી હતી
વલસાડ ગૌ રક્ષકોની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડથી એક ટેમ્પો ન. MH-04-FD-2714 ગૌ વંશ ભરી ડુંગરી તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ ગૌરક્ષક દળની ટીમ ડુંગરી પોલીસની સાથે વોચમાં ઉભી હતી. જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા હાર્દિક અને તેના સાથીઓએ ટેમ્પને અટકાવવાનો ઈશારો કર્યો હતો. તેમ છતા વલસાડથી ગૌવંશ ભરી જઈ રહેલા ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખવાની જગ્યાએ ભાગવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક હાર્દિક કંસારા ઉપર ટેમ્પો ચઢાવી અકસ્માત સર્જ્યો હતો.

ટેમ્પો ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
અકસ્માત કરી ઘટના સ્થળે ટેમ્પો મૂકી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ગૌરક્ષકનું ગૌ વંશની રક્ષા કરતા મોત નીપજ્યું હોવાની બનાવની જાણ જિલ્લાના ગૌરક્ષકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવની જાણ પોલીસ વિભાગને થતા ડુંગરી બામખાડી ખાતે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટેમ્પો ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે ગૌવંશ ભરાવી આપનાર આરોપીની અટક કરી
વલસાડના એસપી ડો.રાજદીપસિંહ ઝાલાએ ઘટનાની વિગત આપતા જણાવ્યું છે કે ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં એક નાગરિકે 11 ગૌવંશને ટેમ્પામાં ભરાવી કતલખાને મોકલાવી રહ્યા હોવાની બાતમી વલસાડ ગૌરક્ષક દળની ટીમને મળી હતી. જેના આધારે વલસાડ પોલીસની ટીમ દ્વારા ગૌતસ્કરી અટકાવવા ટેમ્પાનો પીછો કરવામાં આવ્યો હતો. ચાર વાહનો વડે પોલીસ અને ગૌરક્ષક દળની ટીમ દ્વારા ટેમ્પાનો પીછો કરવામાં આવ્યો હતો.

સમગ્ર કેસમાં બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન
જેમાં ટેમ્પો ચાલકે વલસાડ શહેરમાંથી ટેમ્પાને ડુંગરી તરફ હંકારી મુક્યો હતો. ટેમ્પો ચાલકને પકડાઈ જવાની બીક લાગતા ડુંગરીથી ટેમ્પો યુટર્ન મારી પરત આવી રહ્યો હતો. જે દરમિયાન બામખાડી પાસે ટેમ્પો ચાલકને ગૌરક્ષક હાર્દીક કંસારા દ્વારા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ટેમ્પો ચાલકે હાર્દીકને ટક્કર મારી અકસ્માત સર્જી ખાડી પાસે ટેમ્પો મુકી વરસાદમાં ભાગી છૂટ્યો હતો. પોલીસે ગૌવંશ ભરાવી આપનાર આરોપીની અટક કરી છે. તેમજ સમગ્ર કેસમાં બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...