સમસ્યા:અબ્રામા વાલિયા વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તાના ખાડાઓમાં પાણી ભરાતા રાહદારી,વાહનો માટે ચોમાસા જેવો માહોલ

વલસાડ નગરપાલિકા હદમાં નેશનલ હાઇવેને લાગૂ ગીરીરાજ હોટલથી મોગરાવાડી અબ્રામા તરફ નિકળતા વાલિયા તરફના રસ્તા ઉપર ખાડાની ભરમાર છે. આ એક માત્ર રસ્તો છે જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં શોર્ટ કટને લઇ થઇ રહ્યો છે. આ રસ્તાની બાજૂમાંથી પાલિકાના વોટર વર્કસની પાઇપ લાઇનમાં લિકેજની સમસ્યા ઉભી થઇ છે. આ લાઇનમાં ભંગાણ પડતાં રસ્તા ઉપર પાણી પ્રસરી રહ્યું છે. જેના કારણે મોટા ખાડાઓમાં પાણીનો ભરાવો થતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.

જેને લઇ વાહન વ્યયવહાર અને અવરજવર કરતા રાહદારીઓને અસહ્ય મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ મામલે વારંવાર જાણ કરવા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન થતા વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષ નેતા ગીરીશ દેસાઇએ પ્રમુખ અને કારોબારી ચેરમેન તથા ચીફ ઓફિસરને આ પાઇપલાઇન તથા બિસ્માર રસ્તાની તાત્કાલિક મરામત કરવા લેખિત જાણ કરી છે.

10 દિવસમાં કામ ન થાય તો આંદોલન
વલસાડના વાલિયા ગીરીરાજ હોટલથી હાઇવે જતાં રસ્તા ઉપર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ અને બિસ્માર રસ્તા મામલે વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું છે. પ્રમુખ,કારોબારી ચેરમેન અને સીઓને લેખિત પત્રમાં આ પ્રશ્નનો 10 દિવસમાં ઉકેલ ન આવે તો નાછુટકે આંદોલન અને નગરપાલિકાને તાળાબંધી કરવાનું અલ્ટીમેટમ આપતા મામલો ગંભીર બન્યો છે.

200 મીટરના રસ્તામાં 3 જગ્યાએ લિકેજ
વલસાડના અબ્રામાથી હાઇવે પર નિકળતા ગીરીરાજ હોટલ તરફ વાલિયા ફળિયા વિસ્તારનો રસ્તો અત્યંત બિસ્માર થઇ ગયો છે.200 મીટરના આ રસ્તા ઉપર 30થી વધુ મોટા ખાડાઓ પડ્યા છે.ઉપરાંત આ રોડની બાજૂમાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં 3 જગ્યાએ લિકેજ છે.જેના કારણે લોકોને ભારે મુશ્કેલી છે.જો તાત્કાલિક કામ ન થાય તો આંદોલન કરવાની ફરજ પડશે. - ગીરીશ દેસાઇ,વિપક્ષનેતા

અન્ય સમાચારો પણ છે...