• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • CR Patil Campaigned For BJP In The By elections To Be Held At Danah Lok Sabha Seat On The 30th, Instructing The Workers To Form A Page Committee.

સંઘપ્રદેશમાં પાટિલ:30 તારીખે દાનહ લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપ માટે સીઆર પાટિલે પ્રચાર કર્યો, કાર્યકર્તાઓને પેજ કમિટી બનાવવા સૂચન કર્યું

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંઘપ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ, શિવસેના અને BTS વચ્ચે જંગ

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે મુંબઈની હોટલમાં કરીલી આત્મહત્યા બાદ દાદરા નગર હવેલીની ખાલી પડેલી બેઠક ઉપર યોજાનારી પેટા ચૂંટણીમાં પ્રચાર કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મંગળવારે સેલવાસ ખાતે BJPના ઉમેદવારના પ્રચાર માટે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ પ્રચાર માટે આવ્યા હતા. જ્યાં પાટીલે શિવસેના ઉપર આકરા પ્રહાર કર્યા હતા.પાટિલે ભાજપના કાર્યકર્તાઓને પેજ કમિટી બનાવવા સૂચન કર્યું હતું.

વલસાડ જિલ્લા નજીક આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપ, શિવસેના, કોંગ્રેસ અને BTSના ઉમેદવાર ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જોકે ભાજપના ઉમેદવાર મહેશ ગાવીતના ચૂંટણી પ્રચાર માટે ગુજરાત ભાજપના અનેક અગ્રણીઓ એ સેલવાસમાં ધામા નાખ્યા છે. ત્યારે આજે ખુદ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે હતા. જ્યાં તેઓ સેલવાસમાં સૌપ્રથમ એક મહારાષ્ટ્રીયન સમાજના સંમેલનને સંબોધન કર્યું હતું.

સંમેલનને સંબોધતા પાટીલે અનેક મુદ્દે શિવસેના પર પ્રહાર કર્યા હતા. સીઆર પાટીલે મહારાષ્ટ્રીયન સમાજ પાસે ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિત માટે સમર્થન માંગ્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગુજરાતમાં ભાજપ દ્વારા પેજ કમિટી બનાવી ને ચૂંટણીમાં ભાજપ ધાર્યું પરિણામ લાવી રહી છે. પરંતુ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં હજુ સુધી પેજ કમિટીનું અસ્તિત્વ નહીં હોવાથી આજે પાટીલે દાદરા નગર હવેલી ભાજપના આગેવાનોને ટકોર કરી હતી. અને જેમ બને તેમ વહેલી તકે પ્રદેશમાં પેજ કમિટી બનાવવામાં આવે અને તેના આધારે જ ચૂંટણી લડવામાં આવે તેવું સુચન કર્યું હતું. વધુમાં તેઓએ શિવસેના પર આકરા પ્રહાર કરતાં

આ વખતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સંપૂર્ણ વિકાસ માટે ભાજપના ઉમેદવારોને જંગી લીડથી જીતાડવા માટે અપીલ કરી હતી. આમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા સીઆર પાટીલે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીએ જીત થશે તેવો દાવો પણ કર્યો હતો. તો ઉત્તરાખંડના પૂર સ્થિતિ પર રાજ્યના મુખ્ય મંત્રી ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં છે. અને તમામ ગુજરાતીઓને સલામત વતન લાવવાની ખાતરી સી આર પાટીલે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...