તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગ:કોસંબાના લગ્નમાં કોવિડ નિયમો ભૂલાયા, ડાન્સનો વીડિયો વાયરલ

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુશીમાં 15 જણાં કોવિડ ગાઇડલાઇનનું ભાન ભૂલ્યા

વલસાડના કોસંબા ગામે લગ્ન સમારોહમાં 15 યુવાનો સંગીતના તાલે ઝુમવા અને નાચવા મડતા કોઇકે વીડિયો ઉતારી લીધો હતો.ત્યારબાદ આ વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થઇ ગયો હતો.

કોવિડ ગાઇડલાઇન મુજબ ફરજિયાત માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન થતું જોવા મળ્યું ન હતું.જેને લઇ સોશ્યિલ મીડિયામાં ટિપ્પણીઓ થઇ હતી.જો કે આ અંગે ગામમાં અન્ય વિસ્તારોમાં કોઇને જાણ ન હતી,પરંતુ સોશ્યિલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં જાણકારી થઇ હતી.

લગ્નના એક દિવસ પહેલાનો વીડિયો હતો
લગ્ન થવાના એક દિવસ પહેલાં મિત્રોના આંમત્રણમાં 12 થી 15 જેટલા યુવાનો મંડપમાં આવ્યા હતા.ખુશીનો માહોલ હતો પરંતું હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી અને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન વિસરાઇ જતાં માસ્ક અને સોશ્યિલ ડિસ્ટેન્સિંગનો અમલ પણ અભરાઇએ ચઢાવી દેવાયો હોવાની સોશ્યિલ મીડિયામાં ટિપ્પણીઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...