હત્યા કેસમાં સજા:વલસાડના વેલવાચમાં 2018માં પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવનાર પત્ની અને તેના પ્રેમીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ

વલસાડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિની આંખમાં મરચાની ભૂકી નાખી હત્યાને અંજામ આપવામા આવ્યો હતો

વલસાડના વેલવાચમાં વર્ષ 2018માં પ્રેમી સાથે મળી પતિની હત્યા નિપજાવનાર પરિણીતા અને તેના પ્રેમીને કોર્ટે દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. 22 જાન્યુઆરી 2018ના રોજ પ્રેમીની રિક્ષામાં પતિને અવાવરું જગ્યાએ લઈ જઈને પતિની આંખમાં મરચાની ભુક્કી નાખી હતી બાદમાં રિક્ષાચાલક પ્રેમી સાથે મળી પત્નીએ હત્યાને અંજામ આપ્યો હતો.

વલસાડના વેલવાચ ગામે પત્નીએ તેના પ્રેમી સાથે મળી પતિની તીક્ષ્ણ હથીયાર વડે હત્યા કરી લાશને ખેતરમા ફેંકી દીધી હતી. આ પ્રકરણમાં પોલસે જેતે સમયે તપાસના આધારે મરનાર વ્યક્તિની પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા હતા. જેમાં આજરોજ વલસાડના મુખ્ય સેશન્સ જજ એમ. કે. દવેએ પ્રેમી સાથે મળી પતિની આંખમાં મરચાની ભૂકી નાખી હત્યા કરનાર પત્ની શોભનાબેન જયસુખભાઇ પટેલ અને પ્રેમી અજીત ઝવેરભાઈ પટેલને ડી. જી. પી અનિલ ત્રિપાઠી ની દલીલો ગ્રાહ્ય રાખી દોષીત જાહેર કરવાનો હુકમ કર્યો છે.

આ ચકચારી હત્યા પ્રકરણ માં પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના ધરમપુર રોડ પર આવેલા ફલધાર ગામે રહેતા અને ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા જયસુખભાઈ રામભાઈ પટેલ અને તેમની પત્ની શોભનાબેન પારડી ખાતે રેમન્ડ કંપનીમાં નોકરી કરતી હતી. જેમને રોજ તેમના ઘરે ફલધારથી પારડી લેવા અને મુકવા માટે પારડીના નેવરી ગામનો રીક્ષા ચાલક અજીત ઝવેરભાઈ પટેલ આવતો હતો. રોજબરોજ ની મુલાકાતને લઇને અજીતને શોભના થી પ્રેમ થઇ ગયો હતો. આ પ્રેમ એટલી ચરમસીમાએ પહોંચી ગયો હતો કે બન્ને એક બીજા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર હતા. છેવટે બન્ને પ્રેમી પંખીડાઓએ એક થવાનું નક્કી કરી નાખીયું હતું. પરંતુ શોભના ના પતિ જયસુખ ના લીધે તેઓ એક ન થઈ શકતા બન્ને જણાએ રસ્તા માંથી જયસુખ ને હટાવવા માટે કાવતરું રચ્યું.

ગત 22 જાન્યુઆરી 2018 ના રોજ સવારે 6:00 વાગ્યાના સુમારે રોજની જેમ અજીત શોભનાને લેવા માટે તેને ઘરે પિયાગો રીક્ષા નંબર :- જી.જે.15.એ.યુ.1489 લાઇ ને આવ્યો હતો. અને તેમના પ્લાનિંગ પ્રમાણે તેમને ઘરેથી નીકળતી વખતે શોભનાના પતિ જયસુખને પણ તેમની સાથે આવવા કહ્યું. અને ત્રણે જણા તેમના ઘરે ફલધારથી નીકળી વેલવાચ ગામ તરફ જતા હતા. તે દરમિયાન વેલવાચ અને કોસમ કુવાની વચ્ચે શોભનાએ તેના પતિ જયસુખની આંખોમા મરચાની ભૂકી નાખી જયસુખને તીક્ષ્ણ હથિયાર વડે માથા અને મોઢાના ભાગે માર મારતા જયસુખે બુમાબુમ કરી મૂકી હતી. જેનો અવાજ સાંભળી આસપાસના રહીશો દોડી આવ્યા હતા. પરંતુ જયસુખ લોહીથી લથપથ હાલતમાં લાશ જોઈ રીક્ષા ચાલક અજયે પુરપાટ ઝડપે રીક્ષા ભગાવી ત્યાંના હરખીણ ફળિયાથી પટેલ ફળિયાના વચ્ચે એક ખેતર મા લાશ ને ફેંકી શોભના અને તેનો પ્રેમી અજીત ઘટના સ્થળે થી ભાગી છૂટ્યા હતા.

આ ઘટના ની જાણ વલસાડ રૂરલ પોલીસ ને થતા તત્કાલીન પી.એસ.આઈ પંડ્યા અને એફ.એસ.એલ ના અધિકારી દોડી આવ્યા હતા. અને શોભનાની ધરપકડ કરી આગળ ની તપાસ હાથ ધરી હતી. અને આ કરુણ હત્યા ને અંજામ આપનાર પત્ની અને તેના પ્રેમી ને આજરોજ વલસાડ ની નામદાર સેશન્સ કોર્ટે આજીવન કેદ ની સજા ફટકારી છે.

અન્ય સમાચારો પણ છે...