સજા:વલસાડમાં સગીરાના ઘરમાં ઘૂસી જઈ ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરનાર વિધર્મી યુવકને 2 વર્ષની સજા ફટકારતી કોર્ટ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાએ યુવકને લાત મારી ઘરની બહાર નીકળી બુમાબુમ કરતા આરોપી ભાગી છૂટ્યો હતો

વલસાડ શહેર નજીક રહેતી સગીરાના ઘરે તેની એકલતાનો લાભ લઇ ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરનાર આરોપી યુવકનો કેસ વલસાડની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ M R શાહે આરોપીને 2 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

વલસાડ શહેર નજીક રહેતી સગીરા 19 નવેમ્બર 2016ના રોજ સગીરા બપોરે શાળાએથી આવી ત્યારે વિધર્મી યુવકે સગીરાને બુમ મારીને મારી પાસે આવ તને ફરવા લઈ જાવ જણાવી છેડતી કરી હતી. સગીરા ગભરાઈને તેના ઘરે જતી રહી હતી. 4 કલાકે સગીરાના ઘરમાં સાપ દેખાતા સગીરાએ બુમાબુમ કરી હતી. સગીરાની બુમાબુમ સાંભળીને પાડોશીઓ અને વિધર્મી યુવક પણ સગીરાના ઘરે આવી પહોંચ્યો હતો. સ્થાનિક યુવકોએ સાપને ઘરની બહાર ખદેળી દીધો હતો. જે બાદ પાડોશીઓ તેમના ઘરે જતા રહ્યા હતા. સગીરાની એકલતાનો લાભ લઈને આરોપી યુવકે સગીરાની ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ આરોપી યુવકને લાત મારી સગીરા ઘરની બહાર નીકળી બુમાબુમ કરતા સ્થાનિક લોકોની હાજરીમાં આરોપી યુવક સગીરાના ઘરમાંથી ભાગી ગયો હતો. સગીરાની માતા મજૂરી કામ કરી આવતા સગીરાએ માતાને તમામ હકીકત જણાવી હતી.

સગીરાએ રૂરલ પોલીસ મથકે ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કરનાર યુવક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વલસાડની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ M R શાહે આરોપી યુવકને દોષી જાહેર કરી 2 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...