વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી એક સગીરાના પિતાના મોબાઈલ નંબર ઉપર ફોન કરી ઉદવાડાના પરણિત યુવકે મિત્રતા કેળવી સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપી સગીરાનું અપહરણ કરી ગયો હતો. 12 દિવસ દમણ રહેતા યુવકના મિત્રના ઘરે પછીના 12 દિવસ મહારાષ્ટ્રના થાણે ખાતે સગીરાને રાખી હતી. સગીરા સાથે કુલ 24 દિવસમાં 12 વખત સગીરાની મરજી વિરુદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. અને વાપી રેલવે ફાટક પાસે સગીરાને મૂકી યુવક ભાગી ગયો હતો. તે કેસ વાપીની પોકસો કોર્ટમાં ચાલી જતા DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની પોકસો એક્ટ હેઠળનીની સ્પેશ્યલ કોર્ટના જજ કે જે મોદીએ આરોપી યુવકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતી અને 16 વર્ષીય સગીરાને પારડી તાલુકાના 31 વર્ષીય પરણિત યુવક નિલેશ ગણેશભાઈ પટેલે સગીરાના પિતાના મોબાઈલ ઉપર ફોન કરીને સગીરાને મિત્રતા કરવા પ્રેરિત કરી હતી. જે બાદ નિલેશે સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને ઘર નજીક સગીરાને નિલેશ સાથે વાત કરતા તેની માતા જોઈ ગઈ હતી. જે અંગે સગીરાને માતાએ પૂછતાં સગીરાએ કોઈ જવાબ આપ્યા ન હતા અને નિલેશને ઘટનાની જાણ થતાં 3જી નવેમ્બરના રોજ નિલેશ સગીરાને લગ્ન કરવાની લોભામણી લાલચ આપીને સગીરાને તેના ઘર પાસેથી ભગાડી દમણ ખાતે તેના મિત્રને ત્યાં લઈ ગયો હતો. ત્યાં 11 નવેમ્બર સુધીમા સગીરાની મરજી વિરુદ્ધ નિલેશે 5 વખત દુષ્કર્મ આચર્યુ હતું. ત્યાંથી 16 નવેમ્બરે મહારાષ્ટ્રના થાણે ખાતે નિલેશ સગીરાને લઈ ગયો હતો. અને 28 નવેમ્બર સુધીમાં સગીરા ઉપર વધુ 7 વખત દુષ્કર્મ આચર્યુ હતું. 28 નવેમ્બરના રોજ સગીરાને તેના પરિવારના સભ્યો શોધખોળ કરી રહ્યા હોવાની જાણકારી મળતા નિલેશ વાપી રેલવે ફાટક પાસે સગીરાને મૂકી ભાગી ગયો હતો.
વાપીના પોકસો એક્ટ હેઠળ નાં સ્પેશીયલ જજ કે જે મોદીએ 31 વર્ષીય પરણિત આરોપી યુવક નિલેશ ગણેશભાઈ પટેલે 16 વર્ષની કિશોરીનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના ગુનામાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને નામદાર કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી આરોપીને IPCની કલમ. 363નાં ગુનામાં સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. 5 હજારનો દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા તથા IPCની કલમ. 366 નાં ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને ₹. 5 હજારનો દંડ અને જો દંડ નાં ભરે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા તથા IPCની કલમ.376(2) (જે) નાં ગુનામાં 10 વર્ષની સખત કેદની સજા અને ₹.5 હજાર દંડ અને જો દંડ નહિ ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા કરતો હુકમ તથા ભોગનનનારને પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.