જામીન નામંજૂર:કપરાડાની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર સરકારી હોસ્પિટલના તબીબની જામીર અરજી કોર્ટે ફગાવી

વલસાડ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ સગીરા ઉપર 10 જુલાઈથી 19 ઓક્ટોબર દરમિયાન દુષ્કર્મ આચર્યું હતુ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતી 16 વર્ષીય સગીરાનો ગર્ભપાત કરવી સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર કપરાડા સરકારી દવાખાના ડૉક્ટર સામે કપરાડા પોલોસ મથકમાં થયેલી FIR બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આજે 1 જાન્યુઆરીએ વલસાડની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં જામીન પર મુક્ત થવા કરેલી પ્રથમ વખતના રેગ્યુલર જામીન ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસર કારક દલીલોને ગ્રાહ્ય રાખીને પોકસો એક્ટ હેઠળના સ્પેશ્યલ જજ એમ આર શાહ એરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં રહેતી એક સગીરાની સગાઈ નજીકમાં રહેતા એક યુવક સાથે થઈ હતી. જે દરમિયાન સગીરા પ્રેગ્નેટ થઈ જતા કપરાડા સરકારી દવાખાનામાં સગીરાને બતાવવા લઈ ગયા હતા. જ્યાં સગીરાનો ગર્ભપાત કરાવ્યા બાદ સરકારી ડો. ગજેન્દ્ર રોહીન સ્વાંસી અને તેના મિત્રએ સગીરા ઉપર 10 જુલાઈથી 19 ઓક્ટોબર દરમિયાન સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

આ કેસમાં કપરાડા પોલીસ મથકે સગીરાની માતાએ સરકારી ડોક્ટર અને તેના મિત્ર વિરૂદ્ધ FIR નોંધાવી હતી. તે કેસમાં સરકારી ડોક્ટરે 1લી જાન્યુઆરીના રોજ જેલમાંથી મુક્ત થવા વલસાડની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની પોકસો એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટના જજ એમ આર શાહએ આરોપી ડો.ગજેન્દ્ર રોહીન સ્વાંસીના રેગ્યુલર જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...