આરોપીને ઝટકો:મસમોટા ડ્રગના જથ્થા સાથે ઝડપાયેલા આરોપીના પુત્રના લગ્ન માટેના વચગાળાના જામીન વાપી કોર્ટે નામંજૂર કર્યા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

NCB અમદાવાદનાઓ દ્વારા તા.3જી ઓગષ્ટ 2021ના રોજ 4.550 કિલોગ્રામ Mephedrone (નાર્કોટિક્સ ડ્રગ કે જે ૫૦ ગ્રામથી વધુ હોય તો Commercial quantity કહેવાય) નાં ગુનામાં આરોપી મોહનલાલ નારાયણલાલ પાલીવાલ ની તા.5મી જાન્યુઆરી 2022 નાં રોજ NCB અમદાવાદનાઓ દ્વારા ધરપકડ કર્યા બાદ આરોપીએ પોતાના પુત્રના લગ્ન માટે 30 માટે વાપીની NDPS એક્ટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં જામીન મુક્ત થવા કરેલ વચગાડાની જામીન અરજી અંગે ડી જી પી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી વાપી NDPS ACT હેઠળનાં સ્પેશીયલ જજ કે જે મોદીએ આરોપીની વચગાળાનીજામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો.

NCBની અમદાવાદની ટીમે 3જી ઓગષ્ટ 2021ના રોજ ઝડપેલાં ડ્રગના કેસમાં સંડોવાયેલા આરોપી મોહનલાલ નારાયનલાલ પાલીવાલની 5મી જાન્યુઆરી 2022ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તે કેસમાં રિમાન્ડ પુરા થતા NCB અમદાવાદની ટીમે મોહનલાલ પાલીવાલને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. મોહનલાલના દીકરાના લગ્ન આગામી દિવસોમ આવવાના હોવાથી મોહનલાલે દીકરાના લગ્ન પ્રસંગમાં હાજર રહેવા માટે 30 દિવસના જેલમાંથી મુક્ત થવા વચગાળાના જામીન અરજી વાપીની NDPSની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને NDPSના કેસમાં સંડોવાયેલા મોહનલાલ પાલીવાલના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...