વલસાડ અટક પારડી ખાતે મંદિરે દર્શન કરી પરત ફરી રહેલા દંપતીની ઘરના મુખ્ય ગેટ પાસે ડબલ હત્યા કરવાના કેસમાં સંડોવાયેલા આરોપીએ તેની માતાની સારવાર કરાવવા માટે જેલમાંથી મૂક્ત થવા 30 દિવસના જામીન અરજી કરી હતી. જે અરજી પર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલે આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો છે.
વલસાડ શહેર નજીક આવેલા અટક પારડીમાં રહેતા કરણ બાબુભાઈ પટેલ અને તેની પત્ની જાગૃતિબેન પટેલ સાથે તિથલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમિયાન તેમના ઘરના મુખ્ય ગેટ આગળ કિરણના ભાઈએ સાગરીતોએ સાથે મળી કિરણ અને જાગૃતીબેન હત્યા કરી આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જે કેસમાં સંડોવાયેલ આરોપી શકીલખાન ગુલામખાને 24 ઓક્ટોમ્બર 2018ના રોજ યુપીથી વલસાડ સીટી પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયો હતો.
આ કેસના આરોપી શકીલ ખાને જેલમાંથી મુક્ત થવા 11 મેના રોજ આરોપી શકિલખાન ગુલામખાને પોતાની માતાની સારવાર કરવા માટે જેલમાંથી મુક્ત થવા વચગાળાના 30 દિવસના જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી વલસાડની સેશન્સ કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલે આરોપી શકીલ ખાન ગુલામ ખાને માતાની સારવાર માટે કરેલી વચગાળાના જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.