વલસાડ જિલ્લાના વાપી ખાતે એક અજાણ્યા ઇસમે વર્ષ 1800ની સાલનો ચાંદીના 5 સિક્કા વેપારીને બતાવી ખરાઈ કરવા આવ્યો હતો. સિક્કા સાચા નીકળ્યા બાદ વધુ સિક્કા મળ્યા હોવાનું જણાવી તે તમામ સિક્કા સસ્તામાં આપવાની લોભામણી લાલચો બતાવીને 5 ઈસમોએ વેપારી પાસેથી 1.10 કરોડની કિંમતના 42 કિલો સોના ચાંદીના સાચા સિક્કા આપવાની લોભામણી લાલચો આપી છેતરપીંડી કરી હતી. તે કેસમાં સંડોવાયેલા આરોપીએ વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરી જામીન અરજી રજૂ કરી હતા. તે કેસમાં DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે. જે. મોદીએ આરોપીના આગોતરા જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
સિક્કા ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપી
વલસાડ જિલ્લાના વાપી ખાતે વેપારીને 5 ચાંદીના સિક્કા આપીને તેની ખરાઈ કરવા મદદ માંગી હતી. વેપારીએ શ્રમિકની મદદ કરી જવેલર્સ પાસે લઈ જઈ ચેક કરાવતા તમામ સિક્કા વર્ષ 1800ની સાલના હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ અજાણ્યા ઇસમે તેની પાસે જમીનના ખોદકામ દરમ્યાન વધુ 42 કિલો સોના ચાંદીના સિક્કા ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપીને વાપીના સ્મશાન ભૂમિ પાસે બોલાવી વેપારીને 1.10 કરોડના ડુપ્લીકેટ સોના ચાંદીના સિક્કા આપી કુલ 5 આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. તે કેસ વાપી GIDC પોલોસ મથેકે FIR નોંધાવી હતી. તે કેસમાં સંડોવાયેલા આરોપી પ્રભુભાઈ ગુલશનભાઈ સોલંકીએ પોલીસ ધરપકડથી બચવા માટે 6ઠી ઓગષ્ટના રોજ આગોતરા જામીન અરજી રજૂ કરી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે જે મોદીએ આરોપીના આગોતરા જામની અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.