જામીન નામંજૂર:વલસાડના હાલર ચાર રસ્તા પાસે પોલીસ જવાન પર કાર ચડાવી જીવલેણ હુમલાના પ્રયાસનો મામલો, આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 સપ્ટેમ્બરના રોજ દારૂ ભરેલી કારના ચાલકે પોલીસ જવાન પર ગાડી ચડાવી હુમલાનો પ્રયાસ કર્યો હતો

વલસાડ સીટી પોલીસના જવાન ઉપર 15 સપ્ટેમ્બરની રાત્રીએ દારૂભારેલી કારના ચાલકે કાર ચઢાવી જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલો આરોપીની સીટી પોલીસ કરેલી ધરપકડ બાદ આરોપીએ વલસાડની એડિશનલ સેશન્સ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી મૂકી હતી. તે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને એડિશનલ સેશન્સ કોર્ટના જજ ડી કે સોની એ આરોપીના જામીન નામંજુર કરતો હુકમ કર્યો હતો.

15 સપ્ટેમ્બરના રોજ વલસાડ સીટી પોલીસના જવાનને મળેલી બાતમીના આધારે દમણથી દારૂનો જથ્થો ભરી એક કાર નંબર GJ 05 CP 7302 દારૂનો જથ્થો ભરી વલસાડ થઈ સુરત તરફ જવાના હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વલસાડ સીટીના પોલીસ મથકના કોન્સ્ટેબલ જેન્તીભાઈ ગનાભાઈએ બાતમીવાળી કારને અટકાવી, કારમાં બે આરોપીઓને ઝડપી પાડયા હતા. દારૂનો જથ્થો અને કાર વલસાડ સિટી પોલીસ મથકે લાવી રહયા હતા,જે દરમિયાન સીટી પોલીસ મથક પાસેથી આરોપીઓએ દારૂ ભરેલી કાર તિથલ તરફ હંકારી મુકી હતી. હાલર ચાર રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ સ્ટોપ હોવાથી દારૂ ભરેલી કાર અટકી ગઈ હતી.

કારનો પીછો કરતા પોલીસ કોન્સ્ટેબલ જેન્તીભાઈ ગનાભાઈ કાર પાસે આવી પહોંચ્યા હતા. જેન્તીભાઈએ કારચાલકને કાર ઉભી રાખવાનું જણાવતા, કારના ચાલકે જેન્તીભાઈ ને કારના બોનેટ ઉપર બેસાડી કાર દોડાવી મુકી હતી. અને જેન્તીભાઈ ગનાભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જે કેસમાં ઝડપાયેલા આરોપી તેજસ અરૂણભાઇ પટેલની ધરપકડ થયા બાદ 18 ઓક્ટોબર ના રોજ વલસાડ એડિશનલ સેશન્સ કોર્ટમાં આરોપીએ જેલમાંથી મુક્ત થવા જામીન અરજી મુકી હતી. જે કેસ ઉપર DGP અનીલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખી, એડિશનલ સેશન્સ કોર્ટના જજ ડી. કે. સોની એ આરોપી તેજસ પટેલ ના જામીન ના મંજુર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...