કોર્ટનો આદેશ:વલસાડના ખજૂરડી ગામે યુવતી બાબતે થયેલી મારામારીના કેસમાં કોર્ટે સાત શખ્સોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો

વલસાડ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને પ્રેમ કરવાના મુદ્દે 7 શખ્સોએ એક યુવકને ઢોરમાર માર માર્યો હતો

વલસાડ તાલુકાના ખજૂરડી ખાતે યુવતીને પ્રેમ સંબંધ રાખવામાં મુદ્દે મારામારીના કેસમાં એક સગીર સહિત 7 ઇસમોની વલસાડ રૂરલ પોલીસે અટકાયત કરી હતી. આજે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે.

વલસાડ તાલુકાના ખજુરડી ખાતે રહેતા યુવકની નજર અટગામ ખાતે રહેતી એક યુવતી સાથે મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીનો વલસાડ તાલુકાના કલવાડા વડ ફળીયા ખાતે રહેતા યુવક સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી સમગ્ર બનાવની જાણ બંને યુવકોને થતા બન્ને યુવકોએ તેના મિત્રો અને ગામના અગ્રણીઓ સાથે વલસાડ હાઈવે ઉપર આવેલી સાસુમાં હોટલ પાસે મિંટીંગ રાખી હતી. બંને યુવકો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

જે દરમિયાન બંને યુવકો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીની અદાવત રાખી એક યુવકે અને તેના સાગરીતોએ બીજા યુવકને ખજુરી ગામ ખાતે આવેલા ભવાની તળાવના કાંઠે 7 શખ્સો ઢોર માર મારી યુવકને છોડી ભાગી છૂટ્યા હતા.

બનાવ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમ તથા 108 ટીમની મદદ મેળવી હતી. વલસાડ 108ની ટીમની મદદ મેળવી ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.

સમગ્ર ઘટના અંગે સાત શખ્સો સામે રાયોટીંગની ફરિયાદ નોંધાઇ હતી. વલસાડ રૂરલ પોલીસ મથકે FIR નોંધી સાતેય શખ્સોની ધરપકડ કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...