અકસ્માતના કેસમાં ઐતહાસિક ચુકાદો:વલસાડના અકસ્માતની વીમા પોલિસી ધારકના પરિવારને વીમા કંપનીએ 4.30 કારોડનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના કોસંબા રહેતા એક કાર ચાલક વર્ષ 2010માં મુંબઈથી કારમાં આવી રહ્યા હતા. જે દરમ્યાન એક ટ્રક સાથે મહારાષ્ટ્રમાં થયેલા અકસ્માતના કેસ વલસાડની કોર્ટમાં ચાલી જતા વીમા કંપનીને પોલીસે ધારક પરિવારને રૂ. 4.30 કરોડ ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. અકસ્માત સમયે મૃતકનો 2700 ડોલર પગાર હતો જેના આધારે કલેમ મજૂર કરવામાં આવ્યો છે. અકસ્માત સમયે સગીરા માતાના ગર્ભમાં હતી. અને કોવિડ દરમ્યાન માતાની છત્ર ગુમાવનાર સગીરાનેઆ બનાવમા માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીને કરોડપતિ બનાવતો ઐતિહાસિક ચુકાદો વલસાડ કોર્ટ આપ્યો છે.

વલસાડના નામાંકીત એડવોકેટ ભરત દેસાઇની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલે આપેલા ચુકાદા થી 12 વર્ષની નાનકડીની દીકરી કરોડ પતિ થઈ ગઈ સાથે જીંદગી સ્વર્ગ સમાન બની ગઈ છે. વલસાડના કોસંબા ગામે રહેતા અને શીપમાં ફરજ બજાવતા 32 વર્ષીય હિતેશભાઈ મનુભાઈ ટંડેલ ગત તારીખ 18 માર્ચ 2010ના રોજ મુંબઈથી વલસાડ કારમા આવી રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદ મુંબઈ હાઇવે ઉપર કાશા પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક અને અન્ય એક કાર સાથે અકસ્માતમાં હિતેશભાઈ ટંડેલનું મોત નિપજયુ હતું. જેમાં ટ્રક ચાલક અને વીમા કંપની શ્રી રામ જનરલ વિરૂદ્ધ મહારાષ્ટ્રની દાહણું નામદાર કોર્ટમાં કેશ થયો હતો. જેમાં અકસ્માતમા મારનાર હિતેશભાઈની વિધવા રત્નાબેન ટંડેલ અને તેમના ગર્ભમાં રહેલી શ્રેયા હિતેશ ટંડેલ નાઓને વલસાડ જિલ્લાની મોટર એક્સિડન્ટ ક્લેમ ત્ર્યુબીનલમાં નુકશાની વળતર મેળવવા માટે વલસાડ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ભરત ડી. દેસાઈ તથા તેમના પુત્ર મનહરસિંહ ભરતભાઈ દેસાઈ મારફત રૂપિયા 3 કરોડની નુકશાની મેળવવા માટે અરજી કરી હતી. આ દરમિયાન હિતેશભાઈ ટંડેલની પત્નીએ પુત્રી શ્રેયાને જન્મ આપિયા બાદ કોરોના કાળ દરમિયાન મોત નિપજ્યું હતું. જેમાં એડવોકેટ ભરતભાઈ દેસાઈએ નામદાર હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ બિડાણ કરી દલીલો કરતા નામદાર કોર્ટના જજ પ્રકાશકુમાર એ. પટેલ એ ઐતહાસિક ચુકાદો આપતાં 12 વર્ષ ની બાળકી શ્રેયાને રૂપિયા 4.30 કારોડનું વળતર વીમા કંપનીને ચૂકવવા આદેશ કર્યો છે. વલસાડની કોર્ટ અકસ્માતની ઘટનાઓમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હોવાનું વકીલો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...