15 લાખની લાંચનો મામલો:વલસાડમાં માર્ગ અને મકાન વિભાગના ઈજનેરના કહેવાથી લાંચ લેતા ઝડપાયેલા આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગે નદી ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટરને સોંપી હતી. બ્રિજ બનવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજુર કરવા માટે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે મળીને રૂ. 20 લાખની લાંચની માંગણી કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. સુરત ACBની ટીમે જિલ્લા પંચાયતના ગેટ પાસે જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરના કહેવાથી વચેટિયાને રૂપિયા આપવા જણાવતા ACBના ટ્રેપમાં રૂ. 15 લાખની લાંચ લેતા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર અને વચેટિયો ACBના છટકામાં ઝડપાયા હતા. તે કેસમાં ACBની ટીમે ચાર્જશીટ રજુ કરી હતી. જે બાદ વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં 16 માર્ચના રોજ આરોપી વિક્રમ પટેલે જેલમાંથી મુક્ત થવા વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી વી આહુજાએ જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ જિલ્લા પંચાયત હસ્તક આવતા નદી ઉપરના એક બ્રિજના નવા બાંધકામનો સબ કોન્ટ્રાકટર તરીકે એક કોન્ટ્રાક્ટરને કામ મળ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા વર્ષ 2019-20માં વલસાડ જીલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ તરફથી નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ પેટા કોન્ટ્રાક્ટર તરીકે રાખ્યું હતું. આ કામ પુર્ણ થતા તેના ફાઈનલ બિલ મંજુર કરવાની કાર્યવાહી કરવા બદલ જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેર અને આસીસટન્ટ ઇજનેરે રૂ.20 લાખની લાંચની માંગણી કરી હતી. જેનું 15 લાખમાં ડિલ નક્કી કરવામાં આવી હતી. પેટા કોન્ટ્રાક્ટર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના લાંચિયા અધિકારીઓને લાંચ આપવા માંગતો ન હોવાથી ACBની હેલ્પલાઇન ઉપર વલસાડ જિલ્લા પંચાયતના લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ સુરત ACBની ટીમને મળતા સુરત ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતની કચેરીના ગેટ પાસે ACBની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં વલસાડ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર નિલય ભરતભાઇ નાયક અને આસીસટન્ટ ઇજનેર અનિરૂધ્ધ માધુસિંહ ચૌધરીના કહેવા મુજબ વચેટિયો વિક્ર્મભાઈ ક્રાતીભાઈ પટેલને લાંચની રકમ આપવા જણાવ્યું હતું. અને ACBના લાંચના છટકામાં ફોલ્ડર ઝડપાઇ ગયો હતો. સાથે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને ACBની લાંચ ના કેસમાં ઝડપી પાડયા હતા.

તે કેસમાં ACBની ટીમે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. 15 લાખ લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયેલા વિક્રમ કાંતિભાઈ પટેલે વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજુ કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને ABCની સ્પેશ્યલ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...