તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દમણની કંપનીમાં 50 ટકા નફાની લાલચ આપી 93 લાખની છેતરપિંડી મામલે કાનપુરથી દંપતી ઝડપાયું

વલસાડ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા

દમણના ડાભેલમાં આવેલી બાલાજી પેકેજીંગ કંપનીના નફમાંથી 50% નફો આપવાની લાલચ આપીને દમણના એક ઈસમ પાસેથી રૂ. 93 લાખની છેતરપિંડી કરી હતી. જે કેસમાં દમણ પોલીસે આરોપીને કાનપુરથી દબોચી લીધો હતો. આરોપીને કોર્ટમાં રજૂકરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

દમણ પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદ મુજબ બાલાજી પેકેજીંગ કંપની સંચાલક અમિત રમેશભાઈ અગ્રવાલને રૂપિયાની જરૂરત હોવાથી તેઓએ એક વ્યક્તિ પાસેથી ચેક મારફતે રૂ.93 લાખ લીધા હતા. તેમના બદલામાં બાલાજી પેકેજીંગ કંપનીના નફમાંથી 50% નફો આપવાની વાત કરી હતી. રૂપિયા લઈ ગયા બાદ અમિત અગ્રવાલ ઘરેથી ક્યાંક ગાયબ થઈ ગયો હતો. 30 માર્ચ 2021ના રોજ દમણ પોલીસ મથકે ભોગ બનનાર વ્યક્તિએ અમિત અગ્રવાલ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન અમિત અગ્રવાલ તેના કાનપુર ખાતેના ઘરે હોવાની બાતમી મળતા દમણ પોલીસે કાનપુર ખાતેના ઘરેથી અમિતને દબોચી કાઠયો હતો. દમણ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...