• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Counting Of Votes In 302 Gram Panchayat Elections Held In Valsad District, 700 Employees Joined Operations At 6 Taluka Centers

ગ્રામપંચાયતનું પરિણામ:જિલ્લામાં પંચાયતની ચૂંટણીની મતગણતરી યથાવત, બિનવાડા પંચાયતમાં સરપંચ પદે ઉમેદવાર માત્ર 3 મતે હારી જતા રિકાઉંટિંગની માંગ

વલસાડએક મહિનો પહેલા
  • પારડી સાંઢપોર ગામની ચૂંટણીમાં છેલ્લા 35 વર્ષથી બિનહરીફ રહેતા ધર્મેશ પટેલની પેનલનો ભવ્ય વિજય
  • બિનવાડા પંચાયતની સરપંચની બેઠક ઉપર કુસુમબેન પટેલ માત્ર 3 મતે વિજેતા
  • વાપી તાલુકાના છરવાડા પંચાયતની ચૂંટણીમાં સભ્ય ઉમેદવારને માત્ર 1 મત મળ્યો

વલસાડ જિલ્લામાં 19 નવેમ્બરે યોજાયેલી 302 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 79.49 ટકા મતદાન થયુ હતું. જિલ્લામાં 300 સરપંચ પદ માટે 815 ઉમેદવાર અને 2150 વોર્ડ સભ્યની બેઠક માટે 5200 ઉમેદવારે ઝંપલાવ્યું છે. જેની મતગણતરી આજે મંગળવારે સવારથી ચાલી રહી છે. દરેક કાઉન્ટિંગ સેન્ટરો ઉપર ગણતરીની કામગીરી માટે 700 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. ઉપરાંત વિજેતા ઉમોદવારોમાં જીતનો જશ્ન ચાલી રહ્યો છે, તો ક્યાંક હારી જવાથી દુખનો માહોલ પણ છવાયો છે.

નોંધનીય છે કે જિલ્લામાં ગણતરી દરમિયાન બિનવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર માત્ર 3 મતે હારી જતા રિકાઉંટિંગની માંગ કરી હતી. સાથે મતદાન વખતે પ્રીસાઈડિંગ અધિકારીએ 1912 મત પડેલા જાહેર કર્યા હતા. તેમજ મતદાન વખતે 1910 મત જ નીકળતા હરીફ ઉમેદવારે તપાસ કરવા જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. સાથે ફેર મત ગણતરીની માંગ કરી છે. આ સિવાય વલસાડ તાલુકાના બિનવાડા ગ્રામ પંચાયતની સરપંચની બેઠક ઉપર કુસુમબેન પટેલ માત્ર 3 મતે ભવ્ય વિજેતા થયા હતા. કુસુમબેન પટેલ ઓછા માર્જિનથી વિજેતા થયા હતા.

વલસાડ તાલુકાની પારડી સાંઢપોર ગામની સામાન્ય ચૂંટણીમાં છેલ્લા 35 વર્ષથી બિનહરીફ રહેતા ધર્મેશ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો હતો. વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપ-પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ તેમને સમર્પિત પેનલનો ભવ્ય વિજય થયો હતો. પારડી સાંઢપોર ગામમાં 3 ટર્મ સુધી બિનહરીફ સરપંચ તરીકે રહી ચૂક્યા છે. છેલ્લી 2 ટર્મ ધર્મેશભાઈને સમર્પિત પેનલનો ભવ્ય વિજય થયો હતો. પારડી સાંઢપોર ગ્રામ પંચાયતમાં BJP સમર્પિત પેનલ સામે ભવ્ય લીડથી ધર્મેશ પટેલનો ભવ્ય વિજય થયો છે. તેઓ સાંઢપોરમાં 12 વોર્ડમાં પેનલ સાથે ભવ્ય લીડ મેળવી વિજેતા થયા હતા.

સભ્યના ઉમેદવાર પાંચ દિવસથી ગુમ

વાપી તાલુકાના દેગામ ગામે સરપંચ ઉમેદવારના પતિ અને વોર્ડ સભ્યના ઉમેદવાર પાંચ દિવસથી રહસ્યમય રીતે ગુમ થતા પરિવારજનો ચિંતિત જોવા મળ્યા હતા. નોંધનીય છે કે વલસાડ તાલુકાના ઠક્કરવાડામાં હની સંદીપ પટેલ વિજેતા જાહેર થયાં હતાં. વલસાડના અટારની ગ્રામપંચાયત બેઠક ઉપર વોર્ડ નં. 4માં ઊર્મિલાબેન મિતેષ નાયકા અને લક્ષ્મીબેન પ્રકાશભાઈ હળપતિ બંને ઉમેદવારોને 37-37 મતો મળતા બંને વચ્ચે ટાઈ થઈ હતી. ચિઠ્ઠી ઉછાળી ઊર્મિલાબેનને વિજેતા જાહેર કરાયાં હતાં.

સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો

જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ ન. 5ના સભ્યના ઉમેદવારને માત્ર 1 વોટ મળ્યો હતો. તેને પરિવારના સભ્યોએ પણ મત પણ નહોતો આપ્યો. વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સંતોષ હળપતિને માત્ર 1 મત મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...