તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે એકપણ કેસ નહીં

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની બીજી લહેર બાદ પ્રથમ વખત જિલ્લામાં 0 કેસ નોંધાયા

વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.29 જુન ના રોજ કોવિડ-19ના નવા એકપણ પોઝીટીવ કેસો નોંધાયો નથી, જ્‍યારે 04 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા છે. જ્‍યારે જિલ્લામાં આજની તારીખે કુલ 53 કેસો એક્‍ટિવ રહેવા પામ્‍યા છે. GMERS, વલસાડ ખાતે આજદિન સુધી 1,53,616 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,47,601 સેમ્‍પલ નેગેટીવ અને 6,015 સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.

વલસાડ જિલ્લામાં આજદિન સુધી કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,834 ને પ્રથમ ડોઝ અને 12,795ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24,880ને પ્રથમ ડોઝ અને 13,691ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,56,537 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,16,815 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18 થી 44 વર્ષની વય જૂથના 1,40,709 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...