તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:વલસાડ જિલ્લા સહિત દમણ સેલવાસમાં કોરોનાનો ગ્રાફ ચિંતા રીતે વધ્યો, આજે 36 કેસ નોંધાયા

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વલસાડમાં 10, દમણ 6 અને દાદરા નગર હવેલીમાં 20 કોરોના સંક્રમિત નોંધાયા

મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યમાંથી આવતા લોકો પર નિયંત્રણ રહે તે માટે વલસાડ જિલ્લા બોર્ડર પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. શનિવારે વલસાડના ધારાસભ્ય સહિત 10 લોકો વલસાડ જિલ્લામાં સંક્રમિત આવ્યા હતા. જ્યારે દમણમાં 6 અને સેલવાસમાં 20 જેટલા કોરોના સંક્રમિત જાહેર થતા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું છે.

કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા

વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લા અને મહાનગરોમાંથી સંક્રમણ સાથે જિલ્લામાં પ્રવેશતા લોકોને અટકાવવા અને જિલ્લામાં વધતું કોરોના સંક્રમણ વહિવટી તંત્ર માટે પડકાર રૂપ બની ગયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો હાથ ધર્યો છે. જિલ્લાના વિવિધ સ્થળોએ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કર્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ પણ વધારવામાં આવી રહ્યું છે.

હોળીના તહેવા પૂર્વે વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં કોરોના સંક્રમણ વધતા વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોને થર્મલ સ્ક્રીનીંગ અને આરોગ્ય લક્ષી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા, યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર હેન્ડ સેનેટાઇઝ કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો