તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 16 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 144 થઈ

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં કુલ 1.67 લાખ લોકોને રસી આપવામા આવી

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 16 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 1575 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 9, પારડી 4, વાપી 2 અને ઉમરગામ 1 નવા કેસ નોંધાયા હતા.

વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 153 મૃત્યુનો આંક નોંધાયો છે. કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 6 લોકોએ કોરોનાને માત આપવામા સફળ રહ્યા. વલસાડ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1278 થઈ છે.

વલસાડ જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં કુલ 1.67 લાખથી વધુ લોકોએ રસીકરણ લઈને કોરોના સામે જંગ જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

સંઘપ્રદેશ દમણમાં આજે 10 કેસ નોંધાયાજ્યારે દમણમાં રવિવારે 10 નવા કોરોના કેસ નોંધાયા હતા. તેમાંથી 51 કેસ એક્ટિવ નોંધાયા છે. 1458 લોકો કોરોનાની સારવાર મેળવી ડિસ્ચાર્જ થાય છે. 1 કોરોના સંક્રમિત દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું દમણ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો