તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:કોરોના વોરિયર્સ તબીબ અને સ્ટાફે પોતાના જીવ અને પરિવારની પરવાહ કર્યા વિના ફરજ બજાવી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક સમયે પરિવારે નોકરી છોડી દેવા સુધી કહ્યું, છતાં કોરોનાગ્રસ્ત દર્દીઓની તબીબોએ રાત દિવસ સારવાર કરી

વલસાડ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો ગયો ત્યારે કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તબીબધર્મ નિભાવવા માટેનો ભાવ તબીબોના હદયમાં ઉઠ્યો હતો.આ સમય એવો હતો કે જ્યારે ડોકટર પરિવારના સભ્યો પણ ભયભીત હતી.સિવિલમાં કોરોના દર્દીઓની સારવાર કરતા ડોકટરો પણ સંક્મિત થઇ રહ્યા હતા,છતાં આ એવા ડોકટરો હતા કે જેમણે રાત દિવસ સતત સિવિલમાં કોરાના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવા સંકલ્પ કર્યો હતો.ઘણા ડોકટરોના પરિવારોએ કોવિડ આઇસોલેશન વોર્ડમાં નોકરીથી દૂર રહેવા પણ આગ્રહ કર્યો છતાં માનવ સેવાની આ ઘડીમાં દર્દીની જિંદગી બચાવવા સિવિલના તબીબો અવિરત સેવામાં વ્યસ્ત રહ્યા હતા.કેટલાય દિવસો સુધી ઘર પરિવારથી દૂર રહીને તબીબોએ માનવતાની મહેક પ્રસરાવી હતી.કોરોનાકાળ દરમિયાન દર્દીઓની સેવા કરનાર આ ડોકટરો નર્સની લાગણી અત્રે પ્રસ્તુત છે.

યુવકે આપઘાતનું કહ્યું, અંતે સમજી સારવાર કરાવી, તેને રજા મળી અને હુ સંક્રમિત બની
સિવિલમાં છેલ્લા સ્ટેજમાં હોસ્પિટલમાં આવતા હોવાથી અને દર્દીઓમાં બીક વધારે જોવા મળતી હતી. ICU વોર્ડમાં આવતા દરેક દર્દીઓનું કાઉન્સિલિંગ કરવું પડતું હતું. શરૂઆતના દિવસોમાં દર્દીઓને સમજાવતા ઘણી તકલીફ પડતી હતી. મારા પરિવાર અને સોસાયટીના સભ્યોએ સહકાર આપ્યો હતો.

એક 28 વર્ષીય યુવકને સલૂન સંચાલક સંક્રમિત જાહેર થતા હું મરી જવાનો જણાવી ICU વોર્ડમાં ધમાલ કરતો હતો. 3 કલાકથી વધુ સમય કાઉસીંલિંગ કરી માસ્ક પહેરવા અને સ્ટાફને સપોર્ટ કરવા સમજાવ્યો હતો. તે ડિસ્ચાર્જ થયો તે દિવસે હું સંક્રમિત થઈ હતી. યુવકે મને ફોન કરીને મારો આભાર વ્યક્ત વ્યક્ત કર્યો હતો. તહેવારોમાં દર્દીઓ તેમના પરિવારને મિસ કર્યા જોયા હતા. > ડો. મનીષાબેન પારસભાઈ કોઠારી, કોરોના વિરિયર્સ

મારા પુત્રની બર્થ ડે પડોસીઓએ ઉજવી, હું વોર્ડમાં કોરોના દર્દીઓની સારવાર કરતો હતો
શંકાસ્પદ કોવિડ દર્દીઓને અને તેના પરિવારનું કાઉસીંલિંગ કરવું ઘણું અઘરૂ લાગતું હતું. શરૂઆતના દિવસોમાં કોવિડ દર્દીઓને નિમોનિયા અને કોવિડ વચ્ચેનો તફાવત સમજાવવો પડતો હતો. શરદી, ખસી, કફ વગેરે કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓને એક્સરે વગેરે કરવી કોવિડ ઉપર રિસર્જ કરવાનો વધારે સમય મળ્યો હતો. 3-4 દિવસો હોસ્પિટલમાં રહ્યા બાદ દર્દીઓ સાથે આત્મીયતાનો સંબંધ બંધાઈ જતો હતો

હું અને મારી પત્ની બંને સિવિલમાં ડોકટર તરીકે ફરજ બજાવતા છીએ. મારા દીકરાની 4થી વર્ષગાંઠના દિવસે મારી અને મારી પત્નીની નોકરી અલગ અલગ વોર્ડમાં હતી. મારા પાડોશીઓએ મારા દીકરાની વર્ષગાંઠ ઉજવી હતી. અમે દર્દીની સારવારમાં વ્યસ્થ હતા.>ડો. ચિંતન પટેલ, કોરોના વોરિયર્સ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો