તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર યથાવત:ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ બંધ, 51 PHC અને 10 CHCમાં RT-PCR ટેસ્ટ માટે કીટ ઓછી મળતાં સંક્રમણ ‌થવાની ભીતિ

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • જિલ્લામાં એપ્રિલના 30 દિવસમાં 34792 RT-PCR ટેસ્ટ થયા, 1770 પોઝિટિવ,રેપિડના 30295 ટેસ્ટમાં 5973 પોઝિટિવ

સરકારે છેલ્લા કેટલાક દિવસથી ખાનગી લેબમાં કોરોના ટેસ્ટ અને આરટી પીસીઆર ટેસ્ટ બંધ કરાવતા હવે સરકારી દવાખાનામાં ઘસારો વધ્યો છે. જિલ્લાના 6 તાલુકામાં હાલમાં 51 પીએસસી અને 10 સીએસસીમાં આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. જોકે, સરકાર તરફ આરટીપીસીઆર ટેસ્ટ માટે જરૂરિયાત મુજબ કીટ ન ફાળવતા દરરોજ મોટી સંખ્યામાં લોકોએ પરત થવું પડી રહ્યું છે.

બીજી તરફ આરટી પીસીઆરમાં સેમ્પલ લીધા બાદ તેનો રીપોર્ટ 48 કલાકે મળતો હોવાથી કોરોના ગ્રસ્ત દર્દી પોઝિટિવ દર્દી જો પોતાને સેલ્ફ આઇસોલેટ ન કરે તો તેમના સંપર્કમા આવનારા અન્ય વ્યક્તિઓને પણ સંક્રમિત કરી શકે એમ છે. આ ઉપરાંત 48 કલાક પછી રીપોર્ટ આવ્યા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બનવાની સંભાવના પણ વધી જતી હોય છે.

જિલ્લામાં એપ્રિલમાં 65087 લોકોએ કોરોનાના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં 7743 પોઝિટિવ અને 57344 દર્દીના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. 30 દિવસમાં 34792 RT-PCR ટેસ્ટ થયા, 1770 પોઝિટિવ,રેપિડના 30295 ટેસ્ટમાં 5973 પોઝિટિવ આવ્યા.

રિયાલિટી ચેક: વાપીમાં RTPCR ટેસ્ટનો રિપોર્ટ ત્રીજા દિવસે આવતાં સંક્રમણ વધે છે
શહેરના 10 આરોગ્ય કેન્દ્રો પર આરટીપીસીઆર ટેસ્ટ માટે રોજના 500કીટ મોકલાવામાં આવે છે. જેની સામે ટેસ કરાવનારાની સંખ્યા અનેક ઘણી હોય લોકોએ ટેસ્ટ વગર પરત જવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને આરટીપીસીઆર ટેસ્ટના સેમ્પલો સિવિલ મોકલ્યા બાદ ત્યાંથી રિપોર્ટ આવતાં ત્રણ દિવસ લાગે છે.ત્યાં સુધી પોઝિટિવ દર્દી અનેક લોકોના સંપર્કમાં આવી જતા હોય સંક્રમણ વધુ ફેલાઇ રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે.

વાપીના સરકારી દવાખામાં લાંબી કતારો
વાપીમા ખાનગી લેબોમાં હાલ આરટીપીસીઆર કરવામાં આવતાં નથી. પરિણામે વાપીના આરોગ્ય કેન્દ્ર પર સૌથી વધારે ધસારો રહે છે. અન્ય રાજયમાં મુસાફરી માટે પણ આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત છે. જેથી સરકારી દવાખાનામાં બપોર સુધીમાં આરટીપીઆર કીટ ખુટી જાય છે.

ધરમપુરમાં ટેસ્ટ વિના લોકોપરત જાય છે
ધરમપુર તાલુકામાં 9 પીએચસી અને શહેરના બે સ્થળોએ મળી કુલ 11 સ્થળોએ આરટીપીઆર ટેસ્ટ કરાઇ છે,પરંતુ અહી આરટીપીસીઆર કીટનો જથ્થો રોજના પ્રમાણમાં ઓછો આપવામાં આવી રહ્યો છે. કોઇ વખત 300 કીટ તો કોઇ વખત તેનાથી વધુ કીટ અપાઇ છે,જેની સામે લોકો વધુ આવતાં કર્મચારીઓ અને લોકો વચ્ચે બબાલ જેવા દ્રશ્યો પણ થઇ જાય છે.

પારડીમાં બપોરે કીટ પુરી થઇ જાય
પારડી તાલુકાના સરકારી દવાખાનામાં આરટીપીસીઆર ટેસ્ટ માટે સવારથી લાઇનો લાગે છે, પરંતુ કીટની સામે ટેસ્ટ માટે ટેસ્ટ કરનારા વધુ હોય પડાપડી ના દ્રશ્યો જોવા મળે છે. અહીં બપોરે 12.30 વાગ્યા સુધીમાં કીટો પૂર્ણ થઇ ગઇ હોવાનુ જણાવામાં આવે છે. બીજી તરફ વાપી,પારડી,ધરમપુર તાલુકામાં એન્ટીજન ટેસ્ટ એકદમ નહિવત થઇ રહ્યાં છે.

RTCPCR RAPID ટેસ્ટ એપ્રિલ-2021

RT-PCR ટેસ્ટRAPID ટેસ્ટ
તાલુકોસેમ્પલપોઝિટિવનેગે.સેમ્પલપોઝિટિવનેગેટિવ
વલસાડ1499586814127988727447143
પારડી36432083435476110763685
વાપી5270190508074899816508
ઉમરગામ4584210437438494313418
ધરમપુર3383190319322794671812
કપરાડા2917104281320302741756
કુલ3479217703302230295597324322
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો