તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં 9 માસ દરમિયાન કોરોના કેસોએ તંત્ર અને આરોગ્યને દોડાવ્યા હતા.22 માર્ચે જનતા કર્ફ્યુ,લોકડાઉન આવતાં શહેરો ગામડાઓમાં સન્નાટાની સ્થિતિનો લોકોએ અનુભવ કર્યો હતો.એપ્રિલની 20 અને 21 તારીખે વલસાડ,ધરમપુર અને ઉમરગામ તાલુકાના ગામોમાં કોરોનાના 3 કેસ પોઝિટિવ નિકળતાં જિલ્લા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી હતી. અત્યાર સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા 1309 પર પહોંચી હતી.જ્યારે મૃત્યાંક 145 અને એક્ટિવ કેસોની સંખ્યા 19 છે.
એપ્રિલમાં 3 કોરોના કેસો મળી આવતાં તત્કાલિન કલેકટર સી.આર.ખરસાણે જિલ્લાના ડુંગરી,આસુરા અને દહેરી મળી ત્રણે ગામના કલ્સ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 17 ગામ જ્યારે 37 ગામ બફર ઝોનમાં જાહેર કર્યા હતા.ત્યારબાદ પણ કોરોના કેસો સામે આવતા રહ્યા હતા.કલેકટર આર.આર.રાવલે મોરચો સંભાળી લઇ સંક્રમણને રોકવા દંડની કાર્યવાહીના આદેશો ચાલૂ રાખ્યા છે.
પ્રથમ કેસ મળતાં વાહનોમાં મુસાફરોની મર્યાદા
54 ગામમાં એક માત્ર રસ્તો ખુલ્લો રાખવા હુકમ કરાયો હતો.આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે ગામની હદમાં માત્ર સવારે 8 થી 11 દરમિયાન મુક્તિ અપાઇ હતી. દ્વિચક્રિય વાહન ઉપર 1 તેમજ ત્રણ અને ચાર ચક્રિય વાહનમાં 2 થી વ્યક્તિ પ્રવાસ કરી શકશે નહિ તેવું જાહેરનામુ બહાર પડાયું હતું.
જિલ્લામાં 831 બેડની સુવિધા ઉભી કરાઇ હતી
વલસાડ જિલ્લામાં એપ્રિલ, મે, જૂન, જૂલાઇ દરમિયાન કેસો વધી જતાં કોરોના દર્દીઓની સારવાર માટે 831 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ હતી.કોવિડ સિવિલ,જનસેવા હોસ્પિટલ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ સારવારની છુટ આપવામાં આવી હતી.કુલ 19 જેટલી હોસ્પિટલોમાં કોરોના કેર સેન્ટર શરૂ કરાયા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.