તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં કોરોના પટકાયો, માત્ર 10 કેસ, વૃધ્ધા સહિત બેના મોત

વલસાડ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લાના 63 દર્દી કોરોનાને માત આપતા ડિસ્ચાર્જ

મંગળવારે જિલ્લાના 6 તાલુકામાં માત્ર 10 કેસ નોંધાયા હતો.તેમાંય માત્ર વલસાડમાં 9 અને ધરમપુરમાં 1 સિવાય અન્ય 4 તાલુકામાં એક પણ કેસ નોંધાયો ન હતો.જ્યારે વલસાડ તાલુકાના એક વૃધ્ધા સહિત 2 દર્દીના મોત થયા હતા. મંગળવારે જિલ્લામાં માત્ર વલસાડ તાલુકામાં 9 અને ધરમપુર તાલુકામાં 1 પોઝિટિવ દર્દી મળી 10 કેસ નોંધાયા હતા.

જ્યારે વાપી,પારડી, ઉમરગામ અને કપરાડા તાલુકામાં એક પણ કેસ ન નોંધાતા લોકોમાં રાહતની લાગણી વ્યાપી ગઇ હતી.જો કે કોરોનાના 2 દર્દીના મોત થયા હતા.જેમાં વલસાડના દાંડી ગામે 42 વર્ષીય દર્દી અને અતુલના ડુંગરવાડી ચાર રસ્તા પાસે રહેતા 75 વર્ષીય વૃધ્ધા સારવાર દરમિયાન મોતને ભેટયા હતા.આ સાથે જિલ્લામાં 63 જેટલા દર્દીઓ કોરોનાથી મુક્ત થઇ જતાં પરિવારજનો સાથે પોતાના ઘરે પહોંચતા આનંદની લાગણી વ્યાપી હતી.

જિલ્લામાં કોરોના

  • 5880 કુલ દર્દી - 166 એક્ટિવ
  • 5272 સાજા દર્દી - 442 મૃત્યાંક
અન્ય સમાચારો પણ છે...