તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના કહેર:જિલ્લામાં કોરોનાની રફતાર જારી 103 નવા,12ના મોત,105 દર્દી સાજા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પારડીમાં 8,વાપી 24,ઉમરગામ 24,ધરમપુર 17, કપરાડામાં 1 કેસ

જિલ્લામાં કોરોનાની રફતાર ઘટવા સાથે સાજા થનાર દર્દીની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.જો કે સંક્રમિત દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે તેમાં વલસાડ તાલુકામાં શુક્રવારે 29 દર્દી નોંધાતા અહિં નવા દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે.આ સાથે જિલ્લામાં 12 દર્દીના મોત થયા હતા.જ્યારે 105 દર્દી સાજા થઇ જતાં લોકોમાં રાહત ફેલાઇ હતી.

કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં દર્દીઓનો રાફડો ફાટી નિકળ્યો હતો, જે સિલસિલો જારી રહ્યો છે. શુક્રવારે પણ જિલ્લામાં 103 નવા દર્દી ઉમેરાયા હતા. જેમાં વલસાડ તાલુકામાં જ્યાં સૌથી વધુ કેસ નોંધાતા હતા તેવા આ તાલુકામાં 29 કેસ જ નોંધાતા રાહત મળી હતી. જ્યારે વાપીમાં કેસમાં વધારો થયો હતો. આ તાલુકામાં 24 કેસ, પારડીમાં 8, ઉમરગામ તાલુકામાં 24, ધરમપુરમાં 17 અને કપરાડામાં 1 કેસ નોંધાયો હતો. જો કે શુક્રવારે સૌથી વધુ 12 દર્દીએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પરંતું બીજી તરફ 105 દર્દી સાજા થતાં રાહત પણ અનુભવાઇ હતી.

આ તાલુકાઓમાં 12 મોતને ભેટ્યા
તાલુકોગામઉમરપુ.સ્ત્રી
વલસાડનવેરા50પુરૂષ
વલસાડવશી ફ‌ળિયું49સ્ત્રી
વલસાડઅટગામ50પુરૂષ
વલસાડછરવાડા60સ્ત્રી
પારડીસરોધી46પુરૂષ
વાપીચણોદ કોલોની36પુરૂષ
વાપીસ્મિત એપાર્ટમેન્ટ75પુરૂષ
ઉમરગામગાંધીવાડી39પુરૂષ
ઉમરગામગાંધીવાડી25પુરૂષ
ઉમરગામઆદિત્ય દર્શન42પુરૂષ
ધરમપુરતીસ્કરી તલાટ46પુરૂષ
ધરમપુરઝરિયા61પુરૂષ

કોરોના જિલ્લામાં
​​​​​​​કુલ પોઝિટિવ
- 4097​​​​​​​
એક્ટિવ કેસ -
1177
સાજા દર્દી - 2602
મૃત્યાંક - 308

દાનહમાં 71 અને દમણમાં 40 કેસ નોંધાયા
દાનહમાં શનિવારે 71 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા જે સાથે અહીં હાલમાં 1047 સક્રિય કેસ છે. અત્યાર સુધીમાં 4262 કેસ રીકવર થઇ ચુક્યા છે તો ત્રણ વ્યક્તિનું મોત ચોપડે નોંધાયેલું છે. આજે આરટીપીસીઆરના 247 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 40 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.અને રેપિડ એન્ટિજનના 1348 ટેસ્ટ કરેલા જેમાંથી 31 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે સામે આજે 119 દર્દી રીકવર થતા રજા આપવામાં આવી હતી. બીજી તરફ દમણમાં શનિવારે 40 કેસ પોઝિટિવ આવ્યા હતા જેની સામે 45 કેસ રિકવર થયા હતા. હાલમાં 456 કેસ એક્ટિવ છે.

જિલ્લાના આ ગામમાં નવા દર્દીઓ
વલસાડ તાલુકાના વલસાડ નવેરા, અંજલાવ, કોસંબા, વશીયર, કુંડી, ચીખલા, કાંજણ, પારડ તાલુકામાં આમળી, તરમાલિયા, વાપી તાલુકામાં લવાછા, છરવાડા, ઉમરગામ તાલુકામાં બોરિગામ, સરી ગામ, ભીલાડ, મરોલી, કરજગામ, ફણસા, સોળસુંબા, ધરમપુર તાલુકામાં નગારિયા, બરૂમાળ, કપરાડા તા.માં કપરાડા, જોગવેલ,નાનાપોંઢામાં કોરોના પોઝિટિવના દર્દી આવતા કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...