તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:પાડોશી રાજ્યો બાદ સંઘપ્રદેશ દમણમાં કોરોનાનો કહેર, ગુરુવારે 12 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું

દમણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાવચેતી બાદ પણ કેસમાં વધારો દમણમાં અત્યારુ સુધીમાં કુલ 1416 કેસ

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધતા જતા કોરોનાના ગ્રાફને લઈને દમણમાં ખાતે જાહેર રજાના દિવસોમાં દમણ બીચ ખાતે સહેલાણીઓ માટે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છત્તા ગુરૂવારે દમણ આરોગ્ય વિભાગના ચોપડે 12 જેટલા કોરોના સંક્રમિત નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. સંક્રમિત લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી અને સંપર્કમાં આવેલ લોકોની યાદી બનાવી તેઓને હોમ કોરેન્ટાઇનમાં રહેવા સલાહ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના મહાનગરોમાં વધતા જતા કોરોનાના ગ્રાફને જોઈને દમણના વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમે જાહેર રજાઓ અને વિકેન્ડમાં દમણની સાહેલગાહ માણવા આવતા સહેલાણીઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દમણ આરોગ્ય વિભાગે કોરોનાના લક્ષણો ધરાવતા ઘણા લોકોને કોરોના રેપીડ ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાંથી 12 લોકો કોરોના સંક્રમિત જાહેર થયા હતા. અચાનક દમણથી 12 કોરોના સંક્રમિત મળતા આ દમણ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું.

દમણમાં સંક્રમીતોના વિસ્તારમાં સેનેટાઇઝ અને આરોગ્ય લક્ષી કામગીરી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. દમણ આરોગ્ય વિભાગના ચોપડે 1416 લોકો કોરોના સંક્રમિત નોંધાયા છે. લોકોને કોવિડના તમામ નિયમોનું ચુસ્ત પાલન કરવા અને સાવચેતી રાખવા દમણ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો