તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેપીડ ટેસ્ટ સેન્ટર:વલસાડ જિલ્લામાં અને શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા કોરોના રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કરાયા

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વલસાડમાં કોરોના સંક્રમણ અટકાવવા શહેરમાં 3 રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કર્યા
 • જિલ્લાના હાઇવે ઉપર 6 સ્થળોએ રેપીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા
 • શહેરમાં પ્રથમ દિવસે 121 લોકોએ કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યું

મહારાષ્ટ્ર અને ગુજરાતના મહાનગરોમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને રાજ્ય આરોગ્ય વિભાગની સૂચના મુજબ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ સતર્કતાના પગલાં ઉઠાવી રહી છે. જેમાં ગુજરાત સરકારે મહારાષ્ટ્રથી આવતા તમામ યાત્રીઓનો કોરોના નેગેટિવ રીપોર્ટ ફરજિયાત કરતા આરોગ્ય વિભાગનું ચેકપોસ્ટ ઉપર ચેકીંગ વધારી દેવામાં આવ્યું છે. જેમાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોના રેપીડ ટેસ્ટ પણ વલસાડ જિલ્લાની 6 ચેકપોસ્ટ ઉપર વધારી દેવામાં આવી રહ્યા છે. સાથે વલસાડ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા શહેરમાં 3 સ્થળો ઉપર આરોગ્ય વિભાગની ટીમે રેપીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ દિવસે 121 લોકોએ કોરોના રેપીડ ટેસ્ટ કરાવ્યું હતું. તમામ નેગેટિવ જાહેર થયા હતા.

વલસાડ આરોગ્ય વિભાગે શહેરમાં ત્રણ સ્થળોએ કોરોના રેપિડ ટેસ્ટ સેન્ટર શરૂ કર્યા પ્રથમ દિવસે 121 લોકોએ રેપિડ ટેસ્ટ કરાવ્યા તમામના રિપોર્ટ નેગેટિવ આવતા વલસાડ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

વલસાડ આરોગ્ય વિભાગની ટીમે કોરોના સંક્રમણ અટકાવવા શહેરમાં ત્રણ સ્થળોએ બુધવારથી રેપિડ ટેસ્ટ સેન્ટર શરૂ કર્યા છે. જેમાં કોઇપણ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો રેપિડ ટેસ્ટ કરાવી તાત્કાલિક પોતાનો રિપોર્ટ મેળવી શકશે. જેમાં તિથલ રોડ ઉપર લોહાણા સમાજ હોલ પાસે 80 લોકો, હાલર તળાવ પાસે 13 લોકો, અને અબ્રામા સાઈ લીલા મોલ ખાતે 28 લોકોએ કોરોના રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો, તમામના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો