કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાનો ફૂંફાડો, 11 દિવસમાં 5 કેસ નોંધાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાપીમાં તરૂણી, ડુંગરી અને વલસાડમાં 3 વૃધ્ધ સંક્રમિત

કોરોનાકાળના 2 વર્ષ વિતવા છતાં વલસાડ જિલ્લામાં હજી કોરોના ગયો નથી.નવેમ્બર માસના છેલ્લા 11 દિવસમાં 5 કેસ કોરોનાના નોંધાયા છે.જેમાં વલસાડ તાલુકાના ડુંગરીમાં એક આધેડ મહિલા અને 1 વૃધ્ધ તથા વલસાડપારડીમાં 99 વર્ષીય વૃધ્ધ કોરોનાથી સંક્રમિત થયા હતા.કોરોનાના 2 વર્ષ થયા હો‌વા છતાં વલસાડ જિલ્લામાં એકલદોકલ કેસ નોંધાવવાનો સિલસિલો જારી રહ્યો છે.નવેમ્બરની 1 તારીખથી 11 નવેમ્બર સુધીના ગાળા દરમિયાન જિલ્લામાં કુલ 5 કેસ નોંધાયા છે.1 નવેમ્બરના રોજ વલસાડના વશીયર ખાતે 61 વર્ષીય વૃધ્ધા કોરોના સંક્રમિત થયા હતા.

ત્યારબાદ 3 નવેમ્બરના રોજ વાપીના બલીઠામાં 14 વર્ષીય તરૂણી પણ કોરોના પોઝિટિવ થઇ હતી.6 નવેમ્બરના રોજ વલસાડના ડુંગરીમાં 50 વર્ષીય આધેડ મહિલા,ધરમપુર તાલૂકાના સિદુમ્બરમાં 70 વર્ષીય વૃધ્ધ અને વચ્ચેના 4 દિવસ ખાલી ગયા બાદ 11 નવેમ્બરે વલસાડપારડીખાતે રહેતાં 99 વર્ષીય વૃધ્ધ પણ કોરોના સંક્રમિત થયા હતા.આમ 1 નવેેમ્બરથી 11 નવે.સુધીમાં કુલ 5 કેસ નોંધાયા હતા.જેમાં 1 તરૂણી,1 આધેડ મહિલા અને 3 વૃધ્ધો કોરોનામાં સપડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...