તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:દાનહમાં કોરોનાનો કહેર, આજે નવા 14 કેસ નોંધાયા, વધતા સંક્રમણ વચ્ચે સેલવાસ બોર્ડર પર સતર્કતાનો અભાવ

દાદરા નગર હવેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કરાડ હોટ મેનેજમેન્ટ કોલેજના બે વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા
 • દાદરા નગર હવેલીમાં 48 એક્ટિવ કેસ

દાદરા નગર હવેલીમા નવા 14 કોરોના પોઝીટીવ કેસો નોંધાયા છે.પ્રદેશમા હાલમા 48 સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 1666 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનુ મોત થયેલ છે.પ્રદેશમા 403 નમૂનાઓ લેવામા આવ્યા હતા.જેમાથી 14 વ્યક્તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા હતો.કરાડની હોટલ મેનેજમેન્ટ સરકારી કોલેજના બે વિદ્યાર્થીઓ જેઓ દિલ્હીથી આવ્યા હતા જેઓનો રિપોર્ટ પોઝીટીવ આવતા કોલેજને હાલમા કંટાઈમેન્ટ ઝોનમા મુકવામા આવી છે.

પ્રદેશમા 11 કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયા છેહોટલ મેનેજમેન્ટ ગવર્મેન્ટ કોલેજ,કરાડ.આલોક સીટી, સાયલી, મંદિર ફળિયા, કુડાચા. ચિકનશોપ, મેઢાપાડા, સાયલી ગુરુદેવ કોમ્પ્લેક્ષ, ભસતાફળિયા,સેલવાસ.ગુલમોહર,પાર્કસીટી, સેલવાસ, પ્રમુખ સંગમ, સામરવરણી અલ્પેશભાઈની બીલ્ડીંગ, ટોકરખાડા, સેલવાસ તિરુપતિ નગર, ટોકરખાડા, સેલવાસ ચાણક્યપુરી, બાવીસા ફળિયા, સેલવાસ ઠાકુર કોમ્પ્લેક્ષ, કોર્ટની બાજુમા, ટોકરખાડા છે. સેલવાસ દાનહ આરોગ્ય વિભાગ દ્વારા વિનોબાભાવે નર્સિંગ કોલેજ અને ખાનવેલ સબ જીલ્લા હોસ્પીટલ પર કોવીશીલ્ડ વેક્સીનનુ રસીકરણ ચાલી રહ્યુ છે. જેમા આજે 338લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમા ટોટલ 12978 લોકોને વેક્સીન આપવામા આવી છે.

દાદરા નગર હવેલીમા કોરોના પોઝીટીવના કેસોમા રોજબરોજ વધારો થઇ રહ્યો છે. સંઘ પ્રદેશની આજુબાજુના રાજ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમા કોરોના પોઝીટીવના કેસોના આંકડા વધવાને કારણે પોતપોતાની બોર્ડર પર કોરોનાનો ટેસ્ટ કર્યા બાદ જ અને નેગેટીવ રિપોર્ટ હોય તેવા વાહન ચાલકોને જ એમના રાજ્યમા પ્રવેશ આપવામા આવી રહ્યો છે. એની સામે દાદરા નગર હવેલીની બધી જ બોર્ડર પર આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા કોઈપણ ટેસ્ટ કે ચકાસણી કરવામા આવતી નથી. જેને કારણે કેટલાક મહારાષ્ટ્રના અને ગુજરાતના લોકો દાનહના રસ્તાનો ઉપયોગ કરી બીજા રાજ્યમા જઈ રહ્યા છે. પ્રદેશમા વધી રહેલ આંકડાઓને ધ્યાનમા રાખી સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસવિભાગ દ્વારા અહીંની બોર્ડરોને પણ સીલ કરી દરેકની ચકાસણી કર્યા બાદ જ વાહન ચાલકોને પસાર થવા દેવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો