વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. જિલ્લામાં પ્રથમ વખતે 218 કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસ 1,131 પર પહોંચી છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 218 કેસ નોંધાયા છે. વલસાડ તાલુકામાંથી 124, વાપી 38, પારડી 24, ઉમરગામ 18, ધરમપુર 14 અને કપરાડા તાલુકામાંથી 0, કોરોના સંક્રમિત દર્દીઓ જાહેર થયા હતા. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવી તમામને ક્વોરન્ટાઈન કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આજે 70 દર્દીઓએ કોરોનાને માત આપી હતી. જ્યારે વલસાડના અબ્રામા ખાતે રહેતા 61 વર્ષીય કોરોના સંક્રમિત વૃદ્ધનું કોરોના સાથે અન્ય બીમારીથી પીડાઈ રહ્યા હતા.
વલસાડ જિલ્લામાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવ્યા બાદ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. જિલ્લામાં ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે વલસાડ જિલ્લામાં 218 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 1,131 પર પહોંચી ચુક્યો છે. જ્યારે દાદરા નગર હવેલીમાં 15 નવા કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.
જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 3 લાખ 78 હજાર 558 સેમ્પલના ટેસ્ટ કરાયા છે, જે પૈકી 3 લાખ 71 હજાર 108 સેમ્પલ નેગેટિવ અને કુલ 7 હજાર 450 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. જ્યારે કુલ 5 હજાર 999 દર્દીઓ આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ સારવાર મેળવી કોરોનાને માત આપી જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જિલ્લામાં 15+ વર્ષની વધુ ઉંમરના 13 લાખ 67 હજાર 818 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 13 લાખ 28 હજાર 870 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યા છે.
વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે.
વલસાડ તાલુકામાં 686 એક્ટિવ, પારડી તાલુકાના 111 એક્ટિવ કેસ, વાપી તાલુકામા 215 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 76 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 38 અને કપરાડા તાલુકામાં 8 એક્ટિવ કેસ છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 7 હજાર 668 સંક્રમિત કેસ સામે 6 હજાર 069 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યા હતા.
10 જાન્યુઆરીથી જિલ્લામાં બુસ્ટર ડોઝની શરૂઆત કરવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં 2 દિવસના કુલ 9,875 લાભાર્થીઓએ બુસ્ટર ડોઝ મુકાવી ચુક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.