તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેકાબૂ બનતો કોરોના:સંઘપ્રદેશમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં વધુ 26, વલસાડ જિલ્લામાં 8 પોઝિટિવ કેસ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • દાનહની કરાડ પોલીટેકનીકના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ

વલસાડ જિલ્લામાં ચૂંટણીઓ બાદ કોરોનાનું રોદ્ર સ્વરૂપ બહાર આવવા માડ્યું છે.માર્ચ માસનો પ્રારંભ થતા જ કોરોનાના કેસો કૂદકેને ભૂસકે વધવા માડ્યા છે.છેલ્લા 25 દિવસમાં જ 65 કેસ બહાર આવ્યા છે.આ ગંભીર સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગે હાઇવે પર બહારના રાજ્યોમાંથી આવતાં મુસાફરોનુ ટેસ્ટિંગ,સ્ક્રીનિંગ અને વાહન ચેકિંગ,વેક્સિનેશનની કાર્યવાહીને તેજ બનાવી હોવા છતાં ગુરૂવારે જિલ્લામાં વધુ 8 દર્દીઓ કોરોના પોઝિટિવ નિકળતાં દોડધામ વધી ગઇ હતી.

કોરોના સંક્રમણને નાથવાના તંત્રના તમામ પ્રયાસો વચ્ચે કોરોના ગાંઠતો નથી.આરોગ્ય અને વહવટી વિભાગે છેલ્લા 5 દિવસથી જિલ્લાની મહારાષ્ટ્ર હદને લાગૂ ચેક પોસ્ટ ઉપર અને સુરત તરફથી આવતા વાહનોનું વાઘલધરા વલસાડ હાઇવે પર ચેકિંગ સઘન બનાવી ફરજિયાત ટેસ્ટિંગ,સ્કેનિંગની કાર્યવાહી તેજ કરી દીધી છે.આ કાર્યવાહીમાં બહારના રાજ્યોમાંથી આવતા મુસાફરોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું પ્રમાણપત્ર સાથે લાવવા અને જિલ્લામાં જ્યાં તેઓ જવાના હોય તેની તમામ વિગતો ફરજિયાત આરોગ્ય વિભાગને આપવા કલેકટરે આદેશો જારી કર્યા છે.

આ પગલાંઓ વચ્ચે પણ કોરોના ગાંઠતો નથી.વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી અને પરિણામો સુધીના સમયગાળા દરમિયાન ભારત સરકારના ગૃહ મંત્રાલયના કોવિડ-19ના જાહેરનામા અને જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલના જાહેરનામાના અમલમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.

છેલ્લા 5 દિવસમાં જ કોરોના 30 દર્દીઓ મળી આવ્યા
તારીખકેસડિસ્ચાર્જ
21 માર્ચ52
22 માર્ચ32
23 માર્ચ71
24 માર્ચ73
25 માર્ચ80
કુલ30

8

કોરોના સંક્રમણને નાથવાના તંત્રના તમામ પ્રયાસો વચ્ચે કોરોના ગાંઠતો નથી.આરોગ્ય અને વહવટી વિભાગે છેલ્લા 5 દિવસથી જિલ્લાની મહારાષ્ટ્ર હદને લાગૂ ચેક પોસ્ટ ઉપર અને સુરત તરફથી આવતા વાહનોનું વાઘલધરા વલસાડ હાઇવે પર ચેકિંગ સઘન બનાવી ફરજિયાત ટેસ્ટિંગ,સ્કેનિંગની કાર્યવાહી તેજ કરી દીધી છે.આ કાર્યવાહીમાં બહારના રાજ્યોમાંથી આવતા મુસાફરોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવ્યો હોવાનું પ્રમાણપત્ર સાથે લાવવા અને જિલ્લામાં જ્યાં તેઓ જવાના હોય તેની તમામ વિગતો ફરજિયાત આરોગ્ય વિભાગને આપવા કલેકટરે આદેશો જારી કર્યા છે.

આ પગલાંઓ વચ્ચે પણ કોરોના ગાંઠતો નથી.વલસાડ જિલ્લામાં ફેબ્રુઆરી માસમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી અને પરિણામો સુધીના સમયગાળા દરમિયાન ભારત સરકારના ગૃહ મંત્રાલયના કોવિડ-19ના જાહેરનામા અને જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલના જાહેરનામાના અમલમાં ભારે ઉદાસીનતા જોવા મળી હતી.

ક્યાં કેટલા કોરોનાના દર્દીઓ
તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડફલધરા,ભગત ફળિયા69પુરૂષ
વલસાડત્રિમૂર્તિ એપા.મહેતવાડ76સ્ત્રી
વલસાડજીવનધારા,લીલાપોર45પુરૂષ
વલસાડસુુમુખ એપા.હાલર રોડ34પુરૂષ
વલસાડજી-5,સુમેઘા એપા.38પુરૂષ
વાપીજયરાજ બંગલો,ચલા25પુરૂષ
વાપીપ્રમુખહિલ,છરવાડારોડ20સ્ત્રી
ધરમપુરકાંગવી,ખોરી ફળિયા51પુરૂષ

દાનહમાં વધુ 14, દમણમાં 12 કેસ
સંઘ પ્રદેશ દાનહ અને દમણમાં છેલ્લા 2-ત્રણ દિવસથી સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દાનહમાં ગુરૂવારે 14 કોરોના કેસો નોંધાયા છે. જે સાથે કુલ 48 સક્રિય કેસ થયા છે,અત્યાર સુધીમાં કુલ 1666 કેસ રીકવર થઇ ચુક્યા છે અને એક વ્યક્તિનું મોત થયેલું છે. આજે 403 લોકોના નમૂનાઓ લેતા 14 વ્યક્તિનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો. જેમાં કરાડની હોટલ મેનેજમેન્ટ સરકારી કોલેજના 2 વિદ્યાર્થી પણ સામેલ છે.

જેઓ દિલ્હીથી આવ્યા હતા. બીજી તરફ દમણમાં પણ આજે એક જ દિવસમાં વધુ 12 કેસ પોઝિટિવ આવ્યા નોંધાયા હતા.અહીં 37 સર્કિય કેસ છે.અત્યાર સુધીમાં 1416 રિકવર થઇ ચુક્યા છે અને એકનું મોત થયેલું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો