તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડ જિલ્લામાં કોરોના વકર્યો, શુક્રવારે વધુ 10 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર સતર્કતા વધારવામા આવી

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા આરોગ્ય વિભાગની ટીમ ઘણા પ્રયાસો કરી રહી છે. શુક્રવારે જિલ્લામાં 10 જેટલા સંક્રમિત આંક આરોગ્ય વિભાગના ચોપડે નોંધાતા વહીવટી તંત્ર દોડતું થયું હતું. વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે.

જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના મહાનગરોમાંથી આવતા લોકોનું સ્ક્રીનીંગ વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્રથી રાજ્યમાં આવવા કોરોના નેગેટિવ રીપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જિલ્લાના 6 ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાં શુક્રવારે 10 નવા કેસ સાથે કુલ 1443 કેસ નોંધાયા છે. જેમાંથી આઈસોલેશન વોર્ડમાં 52 કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ છે. જ્યારે 1238 જ્યારે 9 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાનો લઈને મૃત્યુ પામ્યા છે. અને 144 કોરોના સંક્રમિત દર્દીઓ અન્ય બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે.

શુક્રવારે વલસાડ તાલુકામાં એક દિવસ માં 8, ઉમરગામ તાલુકામાં 1 અને ધરમપુર તાલુકામાં 1 કેસ શુક્રવારે નોંધાયો હતો. જેટલા કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું છે. જેની સાથે વલસાડ તાલુકામાં 584, પારડી 199, વાપી 418, ઉમરગામ 121, ધરમપુર 55 અને કપરાડા 66 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

વલસાડ આરોગ્ય વિભાગની ટીમે કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લાના વિવિધ સ્થળોએ કોરોના રસીકરણ જુમ્બેશ હાથ ધરીને જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર રસીકરણ જુમ્બેશ હાથ ધરી છે. જેમાં 26 માર્ચ સુધીમાં કુલ 1,06,267 લોકોએ કોરોના રસી મુકાવી છે. જ્યારે 20,280 કોરોના વોરિયર્સએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો