કોરોના વકર્યો:વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો, આજે 18 કેસ નોંધાતા એક્ટિવ કેસનો આંક 123 ઉપર પહોંચ્યો

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 23 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી

વલસાડ જિલ્લામાં કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ ડબલ ડીઝીટમાં કેસ નોંધાઇ રહ્યા છે. વલસાડ જિલ્લામાં 18 નવા કેસ જાહેર થતા એક્ટિવ કેસનો આંક વધીને 123 સુધી પહોંચ્યો છે. જિલ્લા આરોગ્ય વિભગની ટીમે સંક્રમિત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી સંક્રમણ ઘટાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. સંક્રમિતઓ દર્દીઓને સંપર્કમાં આવેલા લોકોને સામાન્ય લક્ષણો જણાઈ આવે તો તાત્કાલિક નજીકના કોરોના ટેસ્ટિંગ સેન્ટર ઉપર ટેસ્ટ કરવી કોરોનાનું નિદાન કરવી લેવા અપીલ કરી છે. વલસાડ તાલુકામાં 9, પારડી તાલુકામાં 1, વાપી તાલુકામાં 4, કપરાડા તાલુકામાંથી 1 અને ઉમરગામ તાલુકામાં 3 મળી કુલ 21 નવા સંક્રમિત દર્દીઓ 9 જૂલાઈના રોજ જાહેર થયા હતા.

સંક્રમણનો વધતો આંક
વલસાડ જિલ્લામાં દિવસે દિવસે કોરોના સંક્રમણનો આંક વધી રહ્યો છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6 લાખ 12 હજાર 19 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી કુલ 13 હજાર 62 જેટલા લોકો કોરોના સંક્રમિત જાહેર થયા હતા. પૈકી 12 હજાર 441 કોરોના સંક્રમિત દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે.

વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસ
વલસાડ તાલુકામાં 60, પારડી તાલુકાના 17, વાપી તાલુકાના 26 અને ઉમરગામ તાલુકા 14 તેમજ કપરાડા તાલુકામાંથી 4 એક્ટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં માત્ર ધરમપુર તાલુકામાં 2 એક્ટિવ કેસ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...