• Home
  • Local
  • Gujarat
  • Valsad
  • Corona blast at Dadra Nagar Haveli, plant shut down after 14 employees of a pharmaceutical company tested positive

સંક્રમણ / દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 17 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

કોરોના સંક્રમણ દાનહમાં વધ્યું છે એક જ ફાર્મા કંપનીમાં કર્મચારીઓ સંક્રમિત થતાં પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણ દાનહમાં વધ્યું છે એક જ ફાર્મા કંપનીમાં કર્મચારીઓ સંક્રમિત થતાં પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.
X
કોરોના સંક્રમણ દાનહમાં વધ્યું છે એક જ ફાર્મા કંપનીમાં કર્મચારીઓ સંક્રમિત થતાં પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.કોરોના સંક્રમણ દાનહમાં વધ્યું છે એક જ ફાર્મા કંપનીમાં કર્મચારીઓ સંક્રમિત થતાં પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યો છે.

  • સન ફાર્મા કંપનીના ગઈકાલે એક કર્મચારી બાદ આજે 17માં ચેપ સામે આવ્યો
  • તંત્ર દ્વારા પ્લાન્ટને બંધ કરી દઈને તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યાં

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 05:38 AM IST

વલસાડ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં કોરોના વિસ્ફોટ થયો છે. દવા બનાવતી કંપની સન ફાર્માના ક્વોલિટી કંટ્રોલ વિભાગમાં ફરજ બજાવતો ગણદેવી તાલુકાને યુવાન ગઈકાલે સંક્રમીત થયો હતો. બાદમાં આજે 17 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેથી દાદરા ખાતે આવેલા પ્લાન્ટને બંધ કરી દેવામાં આવ્યો છે. તમામ પોઝિટિવ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા અન્ય લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા અન્ય કર્મચારીઓને ચેપ ન લાગે તે માટે પ્લાન્ટ બંધ કરી દઈને સેનિટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પ્લાન્ટમાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવતા હતાં
દાદરા ખાતે આવેલા સનફાર્માના આ પ્લાન્ટમાં કોરોના માટે વપરાતી હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવવામાં આવતી હતી. અહિં અન્ય પણ દવાઓ બનાવવામાં આવતી હતી. જો કે, હાલ કર્મચારીઓમાં આવેલા કોરોના રિપોર્ટને લઈને દવાના આ યુનિટને બંધ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા ફરતી પ્લાસ્ટિકની પટ્ટી મારી દઈને આવન જાવન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.

કર્મચારીઓના પરિવારને ક્વોરન્ટીન કરાયા
સનફાર્મા કંપનીના જે 17 કર્મચારીઓમાં કોરોના પોઝિટિવ આવ્યો છે તેમના પરિવારને પણ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા કર્મચારીઓના ઘરે પણ સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. કર્મચારીઓના પરિવારજનો પણ અન્ય કોઈ જગ્યાએ ટ્રાવેલિંગ ન કરે અને તેમના સ્થાને જ રહે તથા તેમને પણ કોઈ અસર જણાય કે કોરોનાના લક્ષણો દેખાય તો રિપોર્ટ કરાવવા તાકીદ કરવામાં આવી છે.

પ્લાન્ટમાં કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે
સન ફાર્માએ જણાવ્યું હતું કે,  દાદરા પ્લાન્ટના 17 કર્મચારીઓએ અમને જાણ કરી છે કે તેઓનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અમે કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને સંપૂર્ણ ટેકો આપી રહ્યા છીએ. પ્લાન્ટમાં કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવે છે અને એકવાર બધી આવશ્યક કાર્યવાહી પૂર્ણ થયા પછી શરૂ થશે. અમે સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે સહકાર આપી રહ્યા છીએ અને અમારા કર્મચારીઓ અને આસપાસના વિસ્તારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ભલામણ કરેલા પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી