તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Corolla Vaccination Stopped In Valsad District Today, Vaccination Centers Closed Due To Non allocation Of Vaccine Doses, Vaccinators Stopped

રસીકરણ બંધ રહ્યું:વલસાડ જિલ્લામાં આજે કોરોના રસીકરણ બંધ , રસીના ડોઝ ન ફાળવતા રસીકરણ કેન્દ્રો પર વેક્સિન લેવા આવનારા અટવાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હવે મંગળવારે જિલ્લાના 80 રસીકરણ કેન્દ્રો ઉપર કોવિશિલ્ડ રસી મુકવામાં આવશે
  • રાજ્ય સરકાર પાસેથી રોજના 10 હજારથી વધુ લાભાર્થીઓ માટે કોવિશિલ્ડ રસી આપતા હતા.
  • સરકારે વેક્સિનનો જથ્થો ન મોકલવાતાં આરોગ્ય કર્મચારીઓ જ મૂંઝવણમાં મુકાયા, લોકો ગેટ પર બોર્ડ વાંચી પરત થયા

વલસાડ જિલ્લામાં સોમવારે 28 જૂનના રોજ જિલ્લાના મોટાભાગના તમામ રસીકરણ કેન્દ્રો પર વેક્સિન મુકાવવવા આવનારાઓને ધક્કો પડયો હતો, આરોગ્ય વિભાગના સરકારી દવાખાના ખાતે કોવિશિલ્ડ રસી ના ડોઝ આવ્યા ન હોવાથી રસીકરણ ઝુંબેશ બંધ રહ્યું હતું.

રાજ્ય સરકાર તરફથી રવિવારે રાત્રે વલસાડ જિલ્લાને રસીકરણ માટે કોવિશિલ્ડ ના ડોઝ આવ્યા ન હોવાની જાણ કરી હતી. તેને પગલે રસીકરણ બંધ રાખવામાં આવ્યું હતું. જેને લઈને જિલ્લાના કોવિશિલ્ડ રસીના તમામ કેન્દ્રો બંધ રહ્યા છે. જિલ્લાના મોટા ભાગના તમામ રસીકરણ કેન્દ્રો ઉપર કોવિશિલ્ડ રસી મુકાવવા વધુ રસ દાખવી રહ્યા છે.

અગાઉ રોજ 10 હજાર જેટલા કોવિશિલ્ડના ડોઝ લાભાર્થીઓને રસી મુકવામાં આવતી હતી. સોમવારે જિલ્લામાં માત્ર જૂજ રસીકરણ કેન્દ્રો ઉપર જ ફક્ત કોવેકસીન રસી લાભાર્થીઓને મુકવામાં આવશે. તાજેતરમાં રસીકરણ કેમ્પ શરૂ કર્યો હોવાથી જિલ્લાના તમામ રસીકરણ કેન્દ્રો ઉપર મોટી સંખ્યામાં લોકો રસી મુકાવવા આવતા હોય છે, આવા સમયે વેકસીનના ડોઝ રાજ્ય સરકાર તરફથી ન આવતા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સોમવારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલભાઇ પટેલે જણાવ્યું છે.

જિલ્લામાં 4 લાખથી વધુ લોકો કોરોના રસી મુકાવી
​​​​​​​
અત્યાર સુધીમાં જિલ્લામાં 4 લાખથી વધુ લોકો કોરોના રસી મુકાવી ચૂક્યા છે આવા સમયે રસીનો પૂરતો જથ્થો સરકાર તરફથી ન આવતા 28 જૂનના રોજ લાભાર્થીઓ રસીકરણથી વંચિત રહી જશે. સોમવારે સાંજે વલસાડ જિલ્લાના રસીના ડોઝ આવી જશે જેથી મંગળવારે જિલ્લાના 80 રસીકરણ કેન્દ્રો ઉપર કોરોના રસીકરણ કેમ્પ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું છે.

7 દિવસથી દૈનિક 40 % લોકો વેક્સિનથી વંચિત
રસીકરણ કેન્દ્રો ઉપર છેલ્લા સાત દિવસથી લોકો મોટી સંખ્યામાં વેક્સિનેશન માટે આવી રહ્યા છે. રસીનો દૈનિક નક્કી કરાયેલો જથ્થો 100 ટકાની સામે 60 ટકા ઓછો આવ્યો છે. જેથી છેલ્લા 7 દિવસથી રોજ 40 ટકા લોકો રસીથી વંચિત રહે છે. આરોગ્ય તંત્રના 140 કેન્દ્રો પૈકી કેન્દ્રદીઠ ઓછામાં ઓછી 100 રસી ફા‌ળવવાનો ટાર્ગેટ ે 7 દિવસથી પુરો થતો નથી.

સવારે કેન્દ્રો ખુલ્યા પણ બપોરે તાળા મારી દેવાયા
વલસાડ જિલ્લામાં સોમવારે રસીનો જથ્થો ન આવવા છતાં રસીકરણ કેન્દ્રો ઉપર ઘણાં લોકોની અવરજવર રહી હતી. પણ ગેટ પર બોર્ડ જોઇને પરત થયા હતા. બોર્ડ પર રસીકરણ બંધ હોવાની નોંધ વાંચીને જતા રહ્યા. રસીકરણ સ્ટાફ પણ સવારથી બપોરે 2 સુધી બેસીને છેવટે કેન્દ્ર બંધ કરીને જતુ રહ્યું હતું. જેને લઈ કેટલાક લોકો એવા હતા જે રાહ જોઈને બેસી રહ્યા હતા.

સ્ટાફે કહ્યું, રસી જ નથી તો અમે શું કરી શકીએ
રસીકરણ બંધ હોવાનું જણાયા બાદ લોકો કેન્દ્રના સ્ટાફ પાસે પહોંચી પૂછપરછ કરી પ્રશ્નો ઉઠાવ્યા હતા. વેક્સિન ક્યારે આવશે, કાલે મળશે કે કેમ, સરકારે નક્કી કરેલો જથ્થો કેમ આવતો નથી. સ્ટાફે લોકોને સાંત્વન આવતા કહ્યું, અમને ખબર નથી, રસી નથી તો અમે શું કરીએ. જથ્થો આવ્યેથી રસી મળશે.

જથ્થો આવે એટલે રસીકરણ પૂન: શરૂ થશે
વલસાડ જિલ્લામાં સોમવારે રસીનો જથ્થો ન હોવાથી વેક્સિનેશન થયું નથી. હાલમાં રસીના જથ્થા અંગે કોઇ મેસેજ નથી, મોડી સાંજે વેક્સિન અંગે જાણકારી મળ્યા બાદ નક્કી કરાશે. જથ્થો આવે એટલે રસીકરણ પૂન: શરૂ કરવામાં આવશે. જેની જાહેર જનતા પણ જાણ કરવામાં આવશે.> ડો.અનિલ પટેલ,સીડીએચઓ

​​​​​​​વાપી તાલુકામાં વેક્સિનેશન બંધથી લોકોમાં તંત્ર સામે રોષ, સ્પષ્ટ માહિતી નહિ
તાલુકામાં સોમવારે વેક્સિનેશન બંધ રહેતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. રાજય સરકારે વેક્સિનનો જથ્થો ન ફાળવતાં વેક્સિનેશન બંધ કરવાની ફરજ પડી છે. પરિણામે વેક્સિન કયારે આવશે તે પ્રશ્નના જવાબમાં ખુદ આરોગ્ય વિભાગના કર્મચારીઓ મૂંઝવણમાં મુકાઇ રહ્યાં છે. વાપી તાલુકામાં અત્યાર સુધીમાં સૌૈથી વધારે વેક્સિનેશન થયુ છે. પરંતુ હાલ બ્રેક લાગી છે. વલસાડ જિલ્લામાં વેક્સિનેશનને સૌથી વધારે સારો પ્રતિસાદ વાપી તાલુકામાં મળી રહ્યો છે. વાપી શહેર અને તાલુકાના આરોગ્ય સેન્ટરો પર રસી લેવા લોકોની ભીડ જામી રહી છે.

પરંતુ શનિવારથી જિલ્લા આરોગ્ય વિભાગ પાસે વેક્સિનનો જથ્થો ખુટી પડયો છે. જેના કારણે સોમવારે વાપી તાલુકાના કેન્દ્રો પર વેક્સિનેશન બંધ રહ્યું હતું. ઝડપથી ચાલી રહેલું વેક્સિનેશન બંધ થતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. બીજી તરફ સરકારે વેક્સિનનો જથ્થો ન ફાળ‌તાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ મૂંઝવણમાં મુકાઇ રહ્યાં છે. મંગળવારથી ફરીથી વેક્સિનેશનનો પ્રારંભ થશે કે નહિ તે અંગે પણ હજુ સુધી સ્થિતિ સાફ થઇ શકી નથી. પરિણામે વેક્સિન મુકાવવા માગતાં લોકોમાં તંત્ર સામે નારાજગી વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...